બોગસ ઈ-કોમર્સ વેબસાઈટથી માદક પદાર્થ વેચતા બે ઝડપાયા

આરોપીઓ માદક પદાર્થોનો ઓર્ડર લઈ એમેઝોન કંપનીના કવરનું પાર્સલ બનાવી તેને મોકલતા હતા
અમદાવાદ, ગુજરાત એટીએસ ને બાતમી મળી હતી કે, કેટલાક ઈસમો ફર્જી ઈ-કોમર્સ વેબસાઈટ બનાવી અમદાવાદ વસ્ત્રાપુર ખાતે સંસર્ય એપાર્ટમેન્ટના એ-૪૦૨ નંબરના ફ્લેટમાં માદક પદાર્થોની હેરાફેરી કરવાનું રેકેટ ચલાવી રહ્યા છે.આ બાતમીના આધારે ગુજરાત એ.ટી.એસના નાયબ પોલીસ અધિકારી હર્ષ ઉપાધ્યાય, પોલીસ ઈન્સપેક્ટર જે.એન.ચાવડા તથા અમદાવાદ શહેર એસ.ઓ.જી પોલીસ ઈન્સ્પેક્ટર પી.આર.બાંગા અને તેમની ટીમ દ્વારા બાતમી વાળી જગ્યાએ રેડ પાડતા બે ઈસમો ૧. સોહિલ ઉર્ફે સાહિલ જુબેરભાઈ શીરમાન અને ૨. બસીત સમાની ધરપકડ કરી હતી.
તેમની પાસેથી ૧૯.૮૫ ગ્રામ એમ્ફેટામાઈન, ૬૦.૫૩ ગ્રામ ઓપિઓઈડ ડેરીવેટિવ્ઝ, ૩૨૧.૫૨ ગ્રામ ચરસ તથા ૩.૨૩૫ કિલોગ્રામ ગાંજાે મળી કુલ ૩.૬૩૭ કિ.ગ્રાનો કિંમત રૂ. ૮,૨૮,૨૮૫નો જથ્થો ઝડપાયો હતો.પ્રાથમીક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ આરોપીઓ દ્વારા એક ફર્જી ઈ-કોમર્સ વેબસાઇટ બનાવવામાં આવેલી છે જેના દ્વારા તેઓ માદક પદાર્થોનો ઓડર લેતા હતા. અને આ ઓર્ડર જે તે જગ્યાએ પહોંચાડવા માટે તેઓ એમેઝોન કંપનીના કવરનું પાર્સલ બનાવી તેને પ્રાઈવેટ કુરિયર અથવા ટ્રાવેલ્સ દ્વારા મોકલતા હતા.
આ રેકેટનો માસ્ટરમાઈન્ડ આકાશ કનુભાઈ વિંઝાવા અમરેલીનો હોવાનું બહાર આવતા ગુજરાત એ.ટી.એસના પોલીસ ઈન્સ્પેક્ટર એસ.એન પરમાર તથા પોલીસ સબ ઈન્સ્પેક્ટર એમ.એસ ત્રિવેદીની એક ટીમ રાજુલા ખાતે રવાના કરવામાં આવી હતી જ્યાંથી ગુજરાત એટીએસની ટીમે આ રેકેટનો માસ્ટરમાઈન્ડ આકાશની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ તમામ વિરુદ્ધ એટીએસખાતે એન.ડી.પી.એસ એક્ટ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.SS3KP