બોગસ એકાઉન્ટથી ફેસબુક પરથી યુવતીના ફોટા લીધા
સુરત: સુરતમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવી પોતાના ફોલોવર વધારવા માટે એક વર્ષ પહેલાં ફેસબુક પરથી ફોટા ડાઉન લોડ કરી બિભત્સ લખાણ કરી જેના ફોટા હતા તે મુક્યા હતા. જોકે જેના ફોટા મૂકવામાં આવ્યા હતા તે વ્યક્તિની બદનામી થવા લાગતા આ મામલે તેણે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ કૃત્ય કરનાર યુવાનની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાર્યવાહી કરી છે. સોશિયલ મીડિયામાં એક યુવકતી ના નામે બોગસ એકાઉન્ટ બનાવી તેના ફોટા સાથે બિભત્સ લખાણ કરી તેને ફરતા કરતા જેના ફોટા હતા
તે વ્યક્તિ બદનામી થતી હોવાને લઇને આ યુવકતી દ્વારા આ મામલે સુરત સાઇબર ક્રાઇમ માં ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં તેના ફેસબુકના ફોટો કોઈ ઇસમે ડાઉન લોડ કરી તેના નામનું બોગસ એકાઉડ બનાવી તેના ફોટા અપકોડ કરિયા હતા જોકે આ ફરિયાદ ના આધારે આ યુવકતી દ્વારા આ મામલે સાઇબર ક્રાઇમ ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસે તપાસ કરતા પોલીસે અમરેલી જિલ્લા ખાંભા તાલુકાના હનુમાનપુર ગામના વતની અને હાલમાં સુરત ના ધરમનગર સોસાયટી નજીક આવેલ, સુર્યનગર સોસાયટીની સામે , ધરમયોક , એકે રોડ , વરાછા , ખાતે રહેતા અને હીરા મજૂરી કામ કરતા ધુવેશ ઉર્ફે કાનો વિનુભાઇ સભાયા પોલીસે અટકાયત કરી હતી. આ યુવાનની પૂછપરછ કરતા
આ યુવાને પોતે એક વર્ષ પહેલાં તેના ફેસબુક એકાઉન્ટમાં રેન્ડમલી એક વ્યક્તિના ફેસબુક એકાઉન્ટનું સર્ચ કરી તેમાથી વ્યક્તિ દ્વારા અપલોડ કરેલ ફોટોગ્રાફ ડાઉનલોડ કર્યા હતા. આ ફોટાને પોતે ઇન્સ્ટાગ્રામ પર ફોલોવર્સ વધારવા સારૂ ઇન્સ્ટાગ્રામમાં બોગસ નામના ફેક એકાઉન્ટ બનાવી તેમા આ યુવક્તિના ફેસબુકમાંથી ડાઉનલોડ કરેલ ફોટોગ્રાફ પોસ્ટ કરી તેમાં બિભત્સ લખાણ લખેલ હોવાની કબુલાત કરેલ હતી જેના આધારે પોલીસે આ મામલે આ યુવક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.