Western Times News

Gujarati News

બોગસ માર્કશીટ દ્વારા ૨૫૦ યુવાને સરકારી નોકરી મેળવી

રાજકોટ, રાજકોટમાં ૩૮ વર્ષથી ફૂલીફાલી રહેલા બોગસ ડિગ્રી અને માર્કશીટ કૌભાંડમાં ઓછામાં ઓછા ૨૫૦ યુવાનોએ નકલી માર્કશીટના આધારે સેના સહિત વિવિધ સરકારી વિભાગોમાં નોકરી મેળવી હોવાનું બહાર આવ્યું છે.

આ કેસની તપાસ કરી રહેલી રાજકોટની ડિટેકશન ઓફ ક્રાઈમ બ્રાંચએ આ રેકેટના મુખ્ય સાગરીત અમરેલી જિલ્લાના ખાંભાના રહેવાસી કેતન જાેષી, દિલ્હીના તનુજા સિંહ, જામનગરના જીતેન્દ્ર પીઠડિયા અને રાજકોટના પારસ લાખાણીની ધરપકડ કરી છે. રાજકોટમાં જે સંસ્થા પર દરોડો પાડવામાં આવ્યો હતો તે ૬૨ વર્ષીય જયંતિ પટેલ ચલાવતો હતો, જેની અગાઉ ધરપકડ કરવામાં આવી છે.

તપાસ અધિકારી વાય બી જાડેજાએ જણાવ્યું હતું કે આરોપીઓએ દેશની રાજધાની દિલ્હીમાં દિલ્હી ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડના નામથી ઓફિસની બનાવી હતી અને જેનું સંચાલન તનુજા દ્વારા કરવામાં આવતું હતું. “જાેશી સમગ્ર રેકેટનો માસ્ટરમાઇન્ડ છે.

તેઓએ ૨૦૧૧માં દિલ્હીનું ડુપ્લિકેટ એજ્યુકેશન બોર્ડ બનાવ્યું હતું અને ૧૪ રાજ્યો અને ૪૯ શહેરોની ૫૪ શાળાઓને નકલી જાેડાણ આપ્યું હતું. રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, મેઘાલય, પંજાબ, બિહાર, હરિયાણા, હિમાચલ પ્રદેશ, દિલ્હી, કેરળ અને ઉત્તરાખંડનો સમાવશે થાય છે.” ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન આ વિગતો બહાર આવી હતી.

ડીસીબીના અધિકારીઓએ જણાવ્યું હતું કે એકલા ગુજરાતમાંથી ૮,૫૦૦ જેટલા લોકોએ આરોપી પાસેથી રૂ. ૧૦,૦૦૦ થી રૂ. ૧૫,૦૦૦ સુધીની રકમ ચૂકવીને નકલી માર્કશીટ અને પ્રમાણપત્રો લીધા હતા.

ત્યારબાદ આ વિદ્યાર્થીઓએ રેલવે, પેટ્રોલિયમ વિભાગ, વાયુસેના, અર્ધલશ્કરી દળો, પોસ્ટ ઓફિસ સહિત અન્ય કેટલાક વિવિધ સરકારી વિભાગોમાં નોકરીઓ મેળવી હતી.

તાજેતરમાં, ડીસીબીએ એક વિદ્યાર્થી સામે ગુનો દાખલ કર્યો હતો, જે બારમા ધોરણની પરીક્ષામાં નાપાસ થયો હતો, પરંતુ આરોપી પાસેથી મેળવેલી નકલી માર્કશીટના આધારે ઉદયપુરની ડેન્ટલ કોલેજમાં પ્રવેશ મેળવવામાં સફળ થયો હતો.એટલું જ નહીં તેણે કોવિડ -૧૯ મહામારી દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પણ ત્રણ મહિના સેવા આપી હતી. જાડેજાએ જણાવ્યું હતું.

૧૦મી મેના રોજ ડીસીબીએ નાના માવા રોડ પર માધવ કોમ્પ્લેક્સમાં આવેલી જયંતિ પટેલની ઓફિસ પર દરોડો પાડ્યો હતો અને ૧૯૮૩થી વિકસી રહેલા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. ૬૨ વર્ષીય જયંતિ પટેલે હજારો ડિગ્રીઓ અને નકલી માર્કશીટ ઇશ્યૂ કર્યાની કબૂલાત કરી હતી કે જેમાં મોટાભાગે સ્થાનિક ઉદ્યોગોમાં નોકરીઓ ઈચ્છતા યુવાનોને ડીગ્રી આપવામાં આવી હતી.ss2kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.