બોટાદમાં એક મહિલા સહિત ચાર શ્રમિકોના મૃતદેહ મળ્યા
બોટાદ: બોટાદ જિલ્લાના લાઠીદડ ગામે વાડીમાંથી એક મહિલા સહિત ચાર શ્રમિકોના શંકાસ્પદ હાલતમાં મૃતદેહો મળી આવ્યા છે. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની જાણ થયા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે બોટાદની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ તમામ મજૂરો છોટા ઉદેપુર જિલ્લાના કંઠમૂવા ગામના હોવાની જાણકારી મળી છે.
જેઓ રોજગારી મેળવવા માટે લાઠીદડ ગામે આવ્યા હતા. બોટાદ જિલ્લાના લાઠીદડમાં એક વાડીમાંથી ચાર મજૂરોના મૃતદેહો મળતા ચકચાર મચી ગઈ છે. ચાર મૃતદેહો મળવાની ઘટના સામે આવ્યા બાદ બોટાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં મૃતદેહોને પોસ્ટમોર્ટમ મોકલી દેવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ થયા બાદ મૃતદેહોને તેમના સગાઓને સોંપવામાં આવશે.
પોલીસે હાલમાં તપાસ શરૂ કરી દીધી છે. જોકે, તમામ લોકોના મોત કેવી રીતે થયા છે તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જાણવા મળશે. શ્રમિકોના મૃતદેહ મળ્યા બાદ પોલીસે પણ તપાસ તેજ કરી દીધી છે અને શ્રમિકોની હત્યા કરાઈ કે પછી તેઓએ આત્મહત્યા કરી દિશામાં ચક્રો ગતિમાન કરી દીધા છે. હવે જાેવાનું એ રહ્યું છે કે, પોલીસ તપાસમાં શું બહાર આવે છે.