બોડકદેવમાં માતા સાથે રહેતા પુત્રના અપહરણનો પિતાનો પ્રયાસ
અમદાવાદ : દસ વર્ષના લગ્નજીવન બાદ છૂટાછેડા લીનાર પતિએ પત્નીના ઘરમાં ઘુસી જઈને છ વર્ષના પુત્રનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. બોડકદેવ હવેલી બંગ્લોઝમાં બનેલી આ ઘટનાને લઈને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે. વર્ષ ર૦૦૮માં લીપીબેન બ્રહ્મભટ્ટના લગન તપન પંકજભાઈ ખંધાર સાથે થયા હતા.
લગ્નજીવન દરમ્યાન લીપીબેને પુત્રને જન્મ આપ્યો હતો. એપ્રિલ-૧૮માં લીપીબેન અને તપન ખંધારે છૂટાછેડા લઈ લીધા હતા. કોર્ટના આદેશ મુજબ છ વર્ષના પુત્ર આર્યનની કસ્ટડી લીપીબેનને આપી હતી અને તેમની ઇચ્છા અનુસાર પતિ તપન પુત્રને મહીનામાં બે વખત મળી શકશે.
ડ્રાઈવ ઈન સિનેમા સામે હવેલી બંગ્લોઝમા લીપીબેન બ્રહ્મભટ્ટ તેમના માતા-પિતા અને પુત્ર સાથે રહે છે. જ્યારે લીપીબેન શ્યામલ ચાર રસ્તા પાસે હેર ફિક્સ નામથી નોન-સર્જીકલ હેર ટ્રાન્સપ્લાન્ટનું કામ કરે છે. દસેક દિવસ અગાઉ તપને લીપીબેનને મેસેજ કરીને ર૭ ઓક્ટોબરના રોજ પરિવાર સાથે આબુ ફરવા જવાનું હોવાથી આર્યનને પાંચ દિવસ માટે લઈ જઈશુ. જે વાત લીપીબેને સંમતિ આપી હતી. ગત ર૬મી ઓક્ટોબરના રોજ આર્યનને મિત્રોની પાર્ટીમાં લઈ જવાની વાત કરતા તેને લઈ જવાની ના પાડી હતી. જેથી તપને આર્યનને પાર્ટીમાં ન મોકલવો હોય તો તેને આબુ લઈ જઈશું નહીં એમ જણાવ્યુ હતુ.
ગત રવિવારે તપન ખંધાર હવેલી બંગ્લોઝ ખાતે આવ્યો હતો. અને ઘરમાં ઘુસી જઈને લીપીબેનને લાફો મારી સુઈ રહેલા આર્યનને ઉંચકીને ચાલવા લાગ્યો હતો લીપીબેને બુમાબુમ કરતાં તેમના માતા-પિતા જાગી જતાં તપન આર્યનને મુકીને ધમકી આપી ફરાર થઈ ગયો હતો.