બોડિલાઇન-અર્થમ હોસ્પિટલને ૫-૫ લાખનો દંડ ફટકારાયો
પ્રાઇવેટ હોસ્પિટલમાં ૫૦ ટકા બેડ દર્દીઓ માટે અનામત રાખવા, દર્દી પાસે ખર્ચ ન વસુલવા માટે સુચના આપેલ છે
અમદાવાદ, કોવિડ-૧૯ના દર્દી પાસેથી ચાર્જ વસુલવા બદલ બોડિલાઇનને અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને નોટિસ બજાવ્યા બાદ આજે ૫-૫ લાખનો દંડ ફટકાર્યો છે. રાજ્ય સરકારે કોવિડ-૧૯ની મહામારી બાદ પ્રાઇવેટ હોસ્પિટલમાં ૫૦ ટકા બેડ દર્દીઓ માટે અનામત રાખવા તેમજ દાખલ થયેલ દર્દી પાસે ખર્ચ ન વસુલવા માટે સુચના આપેલ છે.
એસવીપી ધ્વારા દર્દીને દાખલ થવા માટે લેટર આપ્યો હોવા છતાં ખાનગી હોÂસ્પટલ સાથે સંકલન ન હોવાથી અલગ અલગ હોસ્પિટલમાં ધક્કા ખાવા પડે છે. લેટર હોવા છતાં દર્દી પાસે અલગ અલગ બહાના હેઠળ રૂપિયા લેવાય છે. તે પ્રકારની વ્યાપક ફરિયાદો કોર્પોરેશનના ધ્યાન પર આવી હતી. તાજેતરમાં પાલડી ખાતે આવેલ બોડી લાઈન હોસ્પિટલ એસવીપીનો લેટર હોવા છતાં મહિલા દર્દી પાસે ૪૫૦૦ રૂપિયા લીધો હોવાનો ફરિયાદ કોર્પોરેશનના આરોગ્ય વિભાગને કરી હતી.
જેમાં કોર્પોરેશને બોડીલાઈન હોÂસ્પટલને ખુલાસો કરવા ૨૪ કલાકનો સમય આપ્યો હતો. બોડીલાઈન હોસ્પિટલને પાંચ લાખનો દંડ આખરે ફટકાર્યો હતો. જ્યારે અર્થમ હોÂસ્પટલે ૫૦ ટકા અનામત બેડ ખાલી હોવા છતાં દર્દીને અન્ય બેડ પર ટ્રાન્સફર કરી નાણા પડાવ્યા હોવાની બાબત ધ્યાન પર આવતા કોર્પોરેશને સપ્તાહમાં પાંચ લાખનો દંડ ભરવા નોટીસ આપી છે.