બોડીકોન ડ્રેસમાં ઉર્વશીએ બોલ્ડ તસવીર શેર કરી
મુંબઈ, ઉર્વશી રૌતેલા પોતાના સોશ્યલ મીડિયા હેન્ડલ પર અવારનવાર જબરદસ્ત ફોટા અને વિડિયોઝ શેર કરીને ચર્ચામાં રહે છે. છેલ્લા કેટલાંક સમયમાં એક્ટ્રેસ ભલે સિલ્વર સ્ક્રીન પર ન જાેવા મળી હોય, પણ તે સોશ્યલ મીડિયા પર હાજર રહીને લોકોના દિલોદિમાગ પર છવાયેલી રહે છે. તેના બોલ્ડ અને સુંદર ફોટોઝ ફેન્સનું ધ્યાન આકર્ષિત કરે છે.
ઉર્વશી રૌતેલાએ હાલમાં જ એક ઇવેન્ટમાં હાજરી આપી હતી, જેમાં તેણે બેલ્જિયમના જાણીતાં ફેશન હાઉસ એલિસાબેટા ફ્રેન્ચીએ ડિઝાઈન કરેલો બૉડીકૉન ગાઉન પહેર્યો હતો. આ ડ્રેસમાં તેની ટોન્ડ બોડી દેખાઈ રહી છે. ઉર્વશી રૌતેલાનો ગાઉન બહુ જ ચમકદાર છે, જે સહજતાથી લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચે છે. ચાહકો માટે તેના ફોટોઝ પરથી નજરો હટાવવી મુશ્કેલ બની છે.
ઉર્વશી રૌતેલાએ બારીક મેકઅપ સાથે પોતાના લુકને કમ્પ્લીટ કર્યો છે. એક્ટ્રેસે ગ્યુસેપ ઝનોટીની ડિઝાઈન કરેલી હાઈ હિલ્સ પહેરી છે. ઉર્વશી રૌતેલાએ દર વખતની જેમ પોતાના આઉટફિટને આત્મવિશ્વાસથી કેરી કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ ડ્રેસની કિંમત ૬૭,૬૯૭ રૂપિયા છે.
ઉર્વશી રૌતેલા હવે ઇન્સ્પેકટર અવિનાશ નામની વેબ સિરીઝમાં રણદીપ હુડ્ડા સાથે જાેવા મળશે. એક્ટ્રેસ ‘થિરુટ્ટુ પાયલે ૨ની હિન્દી રિમેક ઉપરાંત એક થ્રિલર ફિલ્મ બ્લેક રોઝમાં પણ લીડ રોલ ભજવી રહી છે. ઉર્વશી ફિલ્મ ધ લેજન્ડ ઉપરાંત તમિલ સિનેમામાં ડેબ્યુ માટે તૈયાર છે.
આ ફિલ્મમાં તે માઈક્રોબાયોલોજિસ્ટ અને આઈઆઈટીયનના રોલમાં જાેવા મળશે. ઉર્વશી રૌતેલા બોલિવુડની યંગેસ્ટ સુપરસ્ટાર છે, જે પોતાને ફિટ રાખવા માટે ખૂબ મહેનત કરે છે. તે ફેન્સ માટે ફિટનેસ વિડીયો પણ શેર કરતી રહે છે. ઉર્વશી પોતાની ફેશન સેન્સ માટે પણ જાણીતી છે. તે દરેક પ્રકારના આઉટફિટમાં પોતાની અદાઓ દેખાડી ચૂકી છે. તેના ફોટોઝ પર લોકો વાહવાહી કરતા થાકતાં નથી.
ઉર્વશી એક્ટિંગ ઉપરાંત સરસ નૃત્ય પણ કરી જાણે છે. તે ફેન્સ સાથે ઈન્ટરેક્શનનો કોઈ મોકો જવા નથી દેતી. પોતાના પ્રોજેક્ટ વિશેની માહિતી પણ તે શેર કરતી રહે છે.SSS