બોડેલીમાં પ્રેમીએ પરિણીતાની કરપિણ હત્યા કરી નાંખી હતી
છોટા ઉદેપુર, છોટા ઉદેપુરના બોડેલી તાલુકાના ઢેબરપુરા ગામની ૨૦ વર્ષીય પરિણીતાની પડોશી ગામ ફાફટમાં રહેતા યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જાે કે, બંનેના પ્રેમ સંબંધનો એવો કરૂણ અંજામ આવ્યો કે, વાત હત્યા સુધી પહોંચી ગઈ. પ્રાપ્ત માહિતી અનુસાર પહેલા પ્રેમીએ પરિણીતાને મળવા માટે બોલાવી હતી
અને બાદમાં તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યા કર્યા બાદ પ્રેમીએ પરિણીતાની લાશને ત્યાં જ ખેતરમાં દાટી દીધી હતી. જાે કે, તપાસ દરમિયાન ખાડામાંથી લાશ મળી આવતા સમગ્ર કેસનો પર્દાફાશ થયો હતો.
મીડિયા રિપોર્ટ અનુસાર ઢેબરપુરા ગામની ૨૦ વર્ષીય પરિણીત યુવતી સાથે ફાફટ ગામના ૨૪ વર્ષીય યુવકને પ્રેમ સબંધ હોવાથી તેની સાથે ભાગી જવા દબાણ કરતો હતો. પણ યુવતીએ ના પાડતા છેવટે ખેતરમાં બોલાવીને તેની સાથે શારીરિક સબંધ બાંધીને પછી યુવતીનુ ગળું દબાવી ઠંડા કલેજે ર્નિમમ હત્યા કરી હતી
અને બાદમાં ખેતરમાં જ ખાડો ખોદીને લાશને દાટી દીધી હતી. ઢેબરપુરાની ૨૦ વર્ષીય રેખા નામની યુવતીના લગ્ન ગત વર્ષે જ કાયાવરોહણ મુકામે પિયુષ નામના યુવક સાથે કર્યા હતા, પણ તે અગાઉ સંખેડા તાલુકામાં આવેલું ઢેબર પુરાને અડીને આવેલા ફાફટ ગામનો ૨૪ વર્ષીય અપરણિત યુવક અલ્પેશ તડવી અને રેખા વચ્ચે ચારેક વર્ષથી ગાઢ પ્રેમ સબંધ હતો. પરંતુ ઘરવાળાએ રેખાના લગ્ન બીજી જગ્યાએ કરી દીધા હતા.