બોડેલી લગ્નમાં જતા વડોદરાના પરિવારને નડ્યો અકસ્માત, ૧૦ માસની બાળકીનું મોત
છોટાઉદેપુર,-ગુજરાતમાં એક પછી એક માર્ગ અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આવામાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. છોટાઉદેપુરમાં આવેલા સંખેડાના ગામડી નજીક અકસ્માત સર્જાયો છે. રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત થતા રિક્ષામાં સવાર ૧૦ મહિનાની બાળકી આયશાબાનું ઇરફાનભાઈ શેખનું મોત નીપજ્યું છે જયારે છ ઈસમોને ઇજા પહોંતા સારવાર અર્થે ડભોઈ દવાખાને ખસેડ્યા હતા.
મળતી માહિતી અનુસાર, સિમેન્ટના મિક્ષર ટેલરે વડોદરાથી બોડેલી તરફ જઈ રહેલી રીક્ષાને અડફેટે લીધી હતી.. રિક્ષામાં સવાર પરિવાર બોડેલી લગ્ન પ્રસંગમાં જઈ રહ્યો હતો આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. તો આ અકસ્માતમાં દસ માસની બાળકીનું મોત થયું હોવાનું સામે આવ્યુ છે જ્યારે છ વ્યક્તિ ઘાયલ થયા હતા.
ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તરત જ ૧૦૮ એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી હતી. જેથી ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ઇજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત ડભોઇ સારવાર અર્થે ખસેડ્યા હતા. જ્યારે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. ટેન્કર અને રિક્ષા વચ્ચે અકસ્માતને પગલે રસ્તાની બન્ને બાજુએ ટ્રાફિકજામ સર્જાયો હતો.
ઇજાગ્રસ્તોમાં સલીમભાઈ પઠાણ, ઇરાફાનભાઈ, સઈદાબેન, સાયરાબાનું મો.ખલિલ શેખ, શેખ અકસાબાનું મો.ખલિલ શેખનો સમાવેશ થાય છે.HS