Western Times News

Gujarati News

બોનસ આપવા સુરત ડાયમંડ યુનિયનની કલેક્ટર સમક્ષ માગ

Files photo

સુરત: કોરોના કાળના કારણે હિરા ઉદ્યોગની હાલત કફોડી બની છે. ખાસ કરીને રત્ન કલાકારોની પરિસ્થિતિ બગડી ગઇ છે. સામી દિવાળીએ હિરા ઉદ્યોગના માલિકો રત્ન કલાકારોને બોનસ આપે તેવી માંર્ગ સાથે ડાયમંર્ડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી. હીરા ઉદ્યોગમા કામ કરતા રત્નકલાકારો છેલ્લા ઘણા સમયથી બેરોજગારી અને આર્થિકતંગી નો સામનો કરી રહ્યા છે. વૈશ્વિક મહામારી કોરોના વાયરસના કારણે જે લોકડાઉન જાહેર કરવામા આવ્યુ તેની ગંભીર અસર રત્નકલાકારો ઉપર પડી છે.

કેમ કે સરકારે મોટા ઉપાડે એવી જાહેરાત કરી હતી કે લોકડાઉનમા કામદારોને પગાર ચૂકવવો પડશે પણ સરકાર પોતાના ર્નિણય નો અમલ હીરાઉદ્યોગ સહિત ક્યાંય કરાવી શકી નથી અને હાલ લોકડાઉન નો કેસ સુપ્રીમ કોર્ટ મા ખૂબ ધીમી ગતિ એ ચાલી રહ્યો છે. લોકડાઉન દરમિયાન રત્નકલાકારો ને પગાર ચૂકવવા મા ના આવતા ભારે આર્થિકતંગી મા ફસાય ગયા છે જ્યારે બીજી તરફ સરકાર દ્વારા પણ રત્નકલાકારો ને કોઈ જ સહાય કે મદદ કરવા મા આવી નથી અને સાવ નિરાધાર અને રામ ભરોસે છોડી દેવામા આવ્યા છે.

જેના કારણે લોકડાઉન દરમિયાન અંદાજે ૧૫ રત્નકલાકારો એ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધા છે. ત્યારે ડાયમંડ વર્કર યુનીયન ગુજરાત દ્વારા સુરત જિલ્લા કલેકટર ડેપ્યુટી લેબર કમિશનર તથા સંયુક્ત નિયામક ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્યને જુઆત કરવામા આવી છે. હીરા ઉદ્યોગના રત્નકલાકારોના પગાર ૨૫%થી ૩૫% સુધી ઘટાડી દેવામા આવ્યા છે

રત્નકલાકારોને લોકડાઉનનો પગાર ચૂકવવામા નથી આવ્યો તથા રત્નકલાકારોને સરકાર દ્વારા પણ કોઈ સહાય કે મદદ કરવામા આવી નથી. ત્યારે હીરાઉદ્યોગમા હાલ તેજીનુ વાતાવરણ હોવા છતાં રત્નકલાકારોના પગારમા કોઈ જ વધારો કરવામા આવ્યો નથી જેથી રત્નકલાકારોને દિવાળીએ બોનસ ફરજિયાત ચૂકવવામા આવવું જોઈએ તેવી માંગ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.