બોપલનાં નાગરિકોમાં રોષ-સુવિધાનો અભાવ અને ટેક્સ વધી ગયો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનમાં સમાવિષ્ટ નવા વિસ્તારોમાં પાયાની સુવિધાના નામે મીંડુ-કોર્પાેરેશનની તીજાેરી ભરવા ટેક્સની આકારણી તો સુવિધાઓ કેમ નહીં ??
કમિશ્નર નવા સમાવિષ્ટ વિસ્તારોની મહિનામાં એકાદ-બે વખત મુલાકાત લે તો પ્રજાના પ્રશ્નો સમસ્યાનો ખ્યાલ આવી જશે
(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ શહેર મેટ્રોસીટી બનાવવાની ઉતાવળમાં આસપાસના વિસ્તારોનો અમદાવાદ શહેરમાં સમાવેશ કરી દેવાયો છે. જેના પરીણામે શહેરનો વ્યાપ વધ્યો છે. પરંતુ સમાવિષ્ટ વિસ્તારોમાં મ્યુનિ.કોર્પાેરેશન પાયાની સુવિધા આપવામાં સંપૂર્ણ નિષ્ફળ ગયું છે એટલું જ નહીં પરંતુ સુવિધા આપ્યા વગર કોર્પાેરેશને બોપલ-ઘૂમા સહિતના વિસ્તારોનાં નાગરિકોને મ્યુનિ.પ્રોપર્ટી ટેક્સના તોતીંગ બિલો પઘરાવતા લોકોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે.
મ્યુનિ.કોર્પાેરેશનના અધિકારીઓ સામે સ્થાનિક નાગરિકોએ ભારે બળાપો કાઢ્યો છે અને આ સમાવિષ્ટ વિસ્તારોનાં પ્રશ્નો તાકીદે ઉકેલવામાં નહીં આવે તો તેની અસર આગામી ચૂંટણીમાં જાેવા મળશે. અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં પીવાના પાણી સહિતના પ્રશ્નો દિવસેને દિવસે વધી રહ્યાં છે.
ત્યારે સમાવિષ્ટ નવા વિસ્તારોમાં હજુ સુધી કોર્પાેરેશન પાયાની સુવિધા આપી શક્યું નથી. એટલું જ નહીં પરંતુ પ્રોપર્ટી ટેક્સની આકારણીમાં પણ ભારે વિસંગતતા જાેવા મળી રહી છે. જે અધિકારીઓની બેદરકારી અને ભૂલનું પરીણામ છે. છેલ્લાં ઘણાં સમયથી આ અંગે ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તેનો કોઈ જ ઉકેલ નહીં આવતાં હવે લોકો કોર્પાેરેશનના સત્તાધીશો સામે રોષ ઠાલવી રહ્યાં છે. મ્યુનિ.કોર્પાેરેશને બે દિવસ પહેલાં જ પ્રોપર્ટી ટેક્સ ફરીયાદ નિવારણ કેમ્પ યોજ્યો હતો.
અમદાવાદ મ્યુ. કોર્પોરેશનની નીચે જણાવેલી સાઈટ પર ટેનામેન્ટ નંબર નાંખી તમારી પ્રોપર્ટીનું એસેસમેન્ટ જોઈ શકો છો. 2022-23ના વર્ષ માટે રીબેટને કારણે રકમ ભરવાની થોડી ઓછી થાય છે. પરંતુ 2023-24થી નીચે મુજબના એસેસમેન્ટ પ્રમાણે પ્રોપર્ટી ટેક્ષ ભરવો પડશે.
આ કેમ્પમાં અનેક અધિકારીઓ ગેરહાજર રહેતાં કામગીરી થઈ શકી નથી અને ફરીયાદકર્તાઓને પછીથી બોલાવવામાં આવ્યાં છે. કેમ્પના આયોજન છતાં પણ બેદરકાર અધિકારીઓ હાજર નહીં થતાં લોકોમાં ભારે રોષ ફેલાયો હતો.ઘણાં મકાન માલિકોએ ટેક્સ ભરી દીધો હોવા છતાં નાણાં જમા થયાં ન હોવાની ફરીયાદો પણ ઉઠી છે.
કોર્પાેરેશન સામે નાગરીકોનાં વ્યાપક પ્રમાણમાં પ્રશ્નોને જાેઈ ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા એટલું જ નહીં પરંતુ આ કેમ્પમાં કેટલાં દિવસમાં ફરીયાદોનો ઉકેલ આવશે તેની કોઈ જ ખાતરી આપવામાં આવી નહોતી. મ્યુનિ.કોર્પાેરેશનની આવી બેદરકારીભરી કામગીરીના કારણે નાગરીકો સુવિધાના અભાવે ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયાં છે.
ગુજરાત અને વિકાસ એ સિક્કાની બે બાજુ છે. દેશના વિકાસનું ગ્રોથ એન્જીન ગુજરાત છે તે સૌ કોઈ જાણે છે અને ગુજરાતના વિકાસમાં એક મહાનગર તરીકે અમદાવાદનો ફાળો સવિશેષ દૃષ્ટિએ વિકાસની ક્ષિતિજાેને આંબી રહ્યું છે. નવા-નવા વિસ્તારોનો વિકાસ કરવા માટે રાજ્ય સરકારની સૂચનાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશને તેની હદમાં સમાવેશ કર્યાે છે.
પરંતુ કોર્પાેરેશનમાં સમાવિષ્ટ નવા વિસ્તારોમાંથી ઘણા વિસ્તારોમાં પાયાની પ્રાથમિક સુવિધાઓ પાણી, ગટર, રસ્તાની સગવડ નથી. આ વિસ્તારોમાં પ્રાથમિક જરૂરિયાતના નામે મીંડુ હોવાની પ્રતીતિ નાગરિકોને થઈ છે. કોર્પાેરેશન ટેક્સ વસુલે તો તેને પાયાની સુવિધા આપવાની નૈતિક જવાબદારી થઈ જાય છે.
પરંતુ કોર્પાેરેશનના સત્તાવાળાઓ તેમની તિજાેરી ભરવા પ્રોપર્ટી ટેક્સની આડેધડ આકારણીઓ કરી રહ્યા છે. સંખ્યાબંધ ભૂલો સાથે મોટી રકમનો તગડો ટેક્સ વસુલવાનું આયોજન કોર્પાેરેશન તરફથી કરી નાંખવામાં આવ્યું છે. હાલના તબક્કે તો કોર્પાેરેશન દ્વારા આ નવા સમાવિષ્ટ વિસ્તારોમાં અમુક ટકાનું રીબેટ આપીને નાગરિકો ટેક્સ ભરવા આગળ આવે તેવું આયોજનબદ્ધ કામ કરવામાં આવ્યું છે અને ઘણી મોટી રકમની ટેક્સની ઉઘરાણી થઈ છે.
છતાં આવા સમાવિષ્ટ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ રોડ-રસ્તા-પાણીની વાતો ફક્ત અમુક મર્યાદા સેવાઈ રહી હોય તેમ સ્થાનિક નાગરિકોનું માનવું છે. પરિણામે ટેક્સબિલ મેળવનાર અને ટેક્સ ભરનાર નાગરિકોએ પણ કોર્પાેરેશનની આવી નીતિ-રીતીથી ઘણી નારાજગી દર્શાવી છે. બીજી તરફ નાગરિકો આક્રોશ પણ ઠાલવી રહ્યા છે કે જે સુવિધાઓ હજુ પહોંચી નથી તેનો પણ કોર્પાેરેશન દ્વારા ટેક્સ ઉઘરાવવામાં આવશે તો તેની ગંભીર અસર આવનારા ચૂંટણીના પરિણામો પર પડે તો નવાઈ નહીં રહે.
અત્રે ઉલ્લેખનીય છે કે, એ.એમ.સીના ટેક્સખાતા સાથે આકારણી અને ભૂલો બાબતે તો ભૂતકાળમાં ઘણો ઊહાપોહ થયો હોવા છતાં હજુ પણ તે નીતિરીતિ ચાલુ રહી હોવાનું આ નવા સમાવિષ્ટ વિસ્તારોમાં જાેવા મળ્યું છે. એકતરફ અમદાવાદને મેટ્રોસીટી બનાવવા માટે કોર્પાેરેશન ઘણી મહેનત કરે છે.
તેના સંદર્ભમાં સૌ કોઈ રાત-દિવસ કામ કરે છે પણ જે કંઈ ભૂલો થાય છે. તેમાં સજાગતા લાવવાની જરૂર છે. નવા સમાવિષ્ટ વિસ્તારોમાંથી ટેક્સની આવકથી કોર્પાેરેશનની તીજાેરી અવશ્ય ભરાવાની છે પણ જે કંઈ ભૂલો થાય છે તેમાં સુધારાની આવશ્યકતા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરે પણ આ બધા સમાવિષ્ટ વિસ્તારોની મહિનામાં એકાદ-બે મુલાકાત લઈને સ્થાનિક પ્રજાના પ્રશ્નોને જાણવાનો પ્રયાસ કરવો જાેઈએ. જાે આમ થાય તો તેમને ખબર પડશે કે અમલદારો પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે કેટલા પગલા લઈ રહ્યા છે અને તેમાં કેટલી ખોડ-ખાંપણ રહી ગઈ છે.