Western Times News

Gujarati News

બોપલમાં કારમાંથી શંકાસ્પદ હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો

ભાડાની ટેક્ષી ચલાવતો યુવક રાત્રે સફલ પરિસરની બાજુમાં કાર પાર્ક કરીને સુતો હતો  : સવારે કારમાં જ મૃતદેહ મળતા પોલીસ તંત્ર સતર્કઃ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મૃત્યુનું કારણ જાણવા મળશે

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં ગંભીર ઘટનાઓ વચ્ચે શહેરના સૌથી વિકસિત અને છેવાડાના ગણાતા બોપલ વિસ્તારમાં આજે વહેલી સવારે એક કારમાંથી યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ છે. ભાડાની ટેક્ષીની કંપનીમાં કામ કરતો આ યુવક રાત્રે કાર પાર્ક કરીને બોપલમાં બેઠો હતો.

ત્યારે વહેલી સવારે ડ્રાયવર સીટ પર જ ઢળી પડેલી હાલતમાં જાવા મળતા રાહદારીએ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી જેના આધારે પોલીસ દોડતી થઈ ગઈ હતી અને તાત્કાલિક ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસ ટીમ સ્થળ પર આવી પહોંચી હતી અને મૃત્યુનું કારણ જાણવા માટે સૌ પ્રથમ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો જયારે ઘટનાની જાણ થતાં યુવકના પરિવારજનો પણ આવી પહોંચ્યા હતાં. પ્રાથમિક તપાસમાં યુવકના મૃતદેહ પર કોઈ ઈજાના ચિહ્‌નો જાવા મળ્યા ન હતાં આ અંગે બોપલ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવુ જાણવા મળી રહયું છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ભાડાની ટેક્ષીઓ વ્યાપક પ્રમાણમાં ફરતી જાવા મળે છે નાગરિકો પણ કેબ નો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરી રહયા છે અનેક નામાંકિત કંપનીઓની ભાડાની ટેક્ષીઓ શહેરમાં કાર્યરત છે અને સમગ્ર સીસ્ટમ ઓનલાઈન હોવાથી નાગરિકોને ટેક્ષી જાતી હોય ત્યારે ઓનલાઈન બુકિંગ કરવામાં આવે છે.


જેના પગલે શહેરના મોટાભાગના વિસ્તારોમાં કેબ ના ચાલકો પોતાની કાર પાર્ક કરીને બેઠા હોય છે અને કંપનીમાંથી મેસેજ આવતા તેઓ જે તે સ્થળ પર રવાના થતા હોય છે જેના પગલે શહેરના બોપલ વિસ્તારમાં આવેલા સફલ પરિસરની પાછળ આર્કેડ સેન્ટરની પાસે આવી જાણીતી કેબ કંપનીના ચાલકો મોટી સંખ્યામાં બેઠેલા જાવા મળતા હોય છે.

સાઉથ બોપલમાં આવેલા સફલ પરિસરની પાછળ આર્કેડ સેન્ટરમાં ગઈકાલે રાત્રે વેજલપુર વિસ્તારમાં રહેતા અને ઓલા કંપનીમાં ટેક્ષી ચાલક તરીકે ફરજ બજાવતા યુવક ભાવેશ રબારી ગઈકાલે રાત્રે પોતાની કાર પાર્ક કરી સુતા હતા રાત્રે ઠંડી હોવાથી તેમણે પોતાની કાર ચાલુ રાખી હતી જેના પરિણામે ગાડીમાં હીટર ચાલુ થયું હતું ઠંડીના કારણે ભાવેશ રબારી કાર ચાલુ કરી સ્થળ પર જ કાર પાર્ક કરીને સુઈ ગયો હતો.

આ દરમિયાનમાં સવારે ૮.૦૦ વાગ્યાની આસપાસ કાર પાસેથી એક નાગરિક પસાર થતા તેની નજર કારની અંદર પડી હતી અંદરનું દ્રશ્ય જાઈ આ નાગરિક ચોંકી ઉઠયો હતો.  ડ્રાયવર સાઈટ પર બેઠેલ યુવક બાજુની સીટ પર ઢળી પડેલી હાલતમાં જાવા મળ્યો હતો તેણે કાચ ખખડાવવા છતાં અંદરથી કોઈ ઉતર મળ્યો ન હતો જેના પરિણામે તેણે તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી.

અત્યંત પોશ વિસ્તાર ગણાતા બોપલમાં ટેક્ષીની અંદર યુવક ઢળી પડેલી હાલતમાં પડેલો હોવાની માહિતી મળતા જ પોલીસ કંટ્રોલ રૂમના અધિકારીઓએ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી બોપલ પોલીસને તાત્કાલિક જાણ કરી હતી  જેના પગલે બોપલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ નીનામા સહિત પોલીસ સ્ટાફ તાત્કાલીક સ્થળ પર રવાના થઈ ગયો હતો. પોલીસે તપાસ કરતા કાર ચાલુ હાલતમાં જાવા મળી હતી અને ભારે જહેમત બાદ કારનો દરવાજા ખોલી અંદર તપાસ કરતા યુવકનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં જાવા મળ્યો હતો. કારની તલાશી લેતા આ યુવકનું નામ ભાવેશ રબારી હોવાનુ તથા તેના ઘરનું સરનામુ પણ મળી આવ્યુ હતું

જેના પગલે પોલીસ અધિકારીઓએ તાત્કાલિક ભાવેશના પરિવારજનોને ઘટનાની જાણ કરતા પરિવારજનો આવી પહોંચ્યા હતા અને તેઓ ખૂબ જ વ્યથિત જણાતા હતાં. પરિવારજનોએ ભારે કલ્પાત કરી મુકયું હતું. સ્થળ ઉપર જ પોલીસે યુવકના મૃતદેહની તપાસ કરતા શરીર પર ઈજાના ચિહ્‌નો જાવા મળ્યા ન હતાં. કાર ચાલુ રહી જતા ગુગળામણના કારણે આ યુવકનું મૃત્યુ નીપજયાનું મનાઈ રહયું છે જાકે કારમાંથી શંકાસ્પદ હાલતમાં મળેલા યુવકના મૃતદેહના મુદ્દે પોલીસ અધિકારીઓ સતર્ક બની ગયા હતા અને મૃત્યુનુ સાચુ કારણ જાણવા માટે સૌ પ્રથમ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

પોલીસે આ અંગે હાલમાં ફરિયાદ નોંધી છે પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મૃત્યુનુ સાચુ કારણ બહાર આવ્યા પછી જ આગળની કાર્યવાહી થઈ શકશે. સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ એફએસએલના અધિકારીઓ પણ આવી પહોંચ્યા હોવાનું જાણવા મળી રહયું છે. હાલમાં બોપલ પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે. બોપલ જેવા વિસ્તારમાં કારમાંથી યુવકનો મૃતદેહ મળ્યાની જાણ થતા આસપાસના લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.