અમદાવાદને અડીને આવેલા બોપલ-ઘૂમા નગરપાલિકા વિસ્તારને ડેન્ગ્યુના રોગચાળાએ ભરડામાં લીધો છે.
ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ડેન્ગ્યુની બિમારીના દર્દીઓની સંખ્યામાં વધારો જૌવા મળી રહ્યો છે.
સામાન્ય દિવસોમાં જે દવાખાનાઓમાં આસાનીથી ડોક્ટરની મુલાકાત લઈ શકાતી હોય છે તેવા દવાખાનાઓમાં પણ દર્દીઓની ભીડ જોવા મળી રહી છે. વ્યસ્ત રહેતા ડોક્ટરોના દવાખાનાઓમાં દર્દીના સગાએ પહેલાં જઈને વેઈટીંગમાં નામ લખાવવું પડે તેવી સ્થિતી છે.
ચોમાસા દરમ્યાન નગરપાલિકા દ્વારા નિયમીત ફોગીંગ કરવામાં આવતું ન હોવાથી આ વખતે ડેન્ગ્યુનો કહેર વઘ્યો હોવાનું જાણકારો કહી રહ્યા છે.
બોપલનું તળાવ ગટરના પાણીથી ઊભરાઇ ઞયું છે અને પાણી બહાર છલકાઇ રહ્યું છે પરિણામે ડેન્ગ્યુ અને મચ્છર જન્ય રોગો વધ્યા છે.
બોપલને શીલજ સાથે જોડતા રેલ્વે ગરનાળામાં છેલ્લા એક અઠવાઠિયાથી બે ફૂટ જેટલું પાણી ભરાઇ રહ્યું છે છતાં સત્તાઘિશો આ પાણીનો નિકાલ કરતા ના હોઈ આજુબાજુની સોસાયટીઓમાં રોગચાળો ફેલાયો છે.
વિભૂષા બંગ્લો વિસ્તારમાં રોડ પર ઊભરાતી ગટરોના કારણે મચ્છર જન્ય રોગચાળો ફેલાયો હોઈ દવાખાનાઓમાં દર્દીઓની સંખ્યા ગત વર્ષની તુલનાએ વઘી ઞઈ છે.
ડેન્ગ્યુના નિદાન માટે ડૉક્ટરો દર્દીના લેબોરેટરી રિપોર્ટ કરાવતા હોઈ પ્રાઇવેટ લેબોરેટરીવાળાઓને પણ તેજી આવી ગઇ છે.
નગરપાલિકાના સત્તાઘિશો ઝડપી પગલા નહીં ભરે તો ડેન્ગ્યુ સિવાઈના રોગચાળામાં સામાન્ય નાગરિકો ઝપટે ચડી જશે.