બોપલમાં પ.૬૬ કરોડના ખર્ચે નવું હેલ્થ સેન્ટર બનાવાશે
અમદાવાદ, મ્યુનિ. કોર્પોરેશનના હદ વિસ્તારમાં બોપ-ઘુમાનો સમાવેશ કરાયા બાદત્યા વિકાસલક્ષી કામોને હવે ગતિ મળી રહી છે. બોપલ-ઘુમાવાસીઓને તંત્ર દ્વારા સંચાલિત હેલ્થ સેન્ટરની ભેટ આપવાની દીશામાં ચક્રો ગતિમાન કરાયાં છે. આ માટે મ્યુનિ. તિજાેરીમાંથી આશરે રૂા.પ.૬૬ કરોડ ખર્ચાશે.
શહેરના દક્ષિણ-પશ્ચિમ ઝોનના જાેધપુર વોર્ડમાં સમાવેશ કરાયેલા બોપલ વિસ્તારની ટીપી સ્કીમ નંબર-૦૩ (બોપ), ફાઈનલ પ્લોટ નં. ર૬પ, સર્વે નં. પ૬૬ વત્તા પ૬૭માં મ્યુનિ. સત્તાવાળાઓ દ્વારા નવું હેલ્થ સેન્ટર ઉભું કરાશે. નેબરહૂડ સેન્ટરના આશરે રપ૩૦ ચોરસ મીટરના પ્લોટમાં હેલ્થ સેન્ટર માટે રૂા. પ.૬૬ કરોડના ટેન્ડરને મંજૂર કરાયું છે.
ઉપરાંત આ ઝોનના વેજલપુર વોર્ડમાં વિનસ પાર્ક લેન્ડથી બળિયાદેવ મંદિર થઈ વેજલપુર ગામ સુધી તથા અન્ય આસપાસના રોડ ખાતે ફૂટપાથ, સેન્ટ્રલ વર્જ, સ્ટ્રીટ ફર્નિચર સહિતની કામગીરી સાથે પીક્યુસી સીસી રોડ બનવવા તંત્રે ક્વાયત આરંંભી છે. આ માટે સૌથી ઓછા ભાવના રૂા. પ.૦૧ કરોડના ટેન્ડરને ઈજનેર વિભાગ દ્વારા લીલી ઝંડી અપાઈ છે.
આગામી સોમવારે મળનારી રોડ-બિલ્ડિંગ કમિટીના એજન્ડામાં આ બે દરખાસ્ત ઉપરાંત ઉત્તર ઝોનના ઠક્કરનગર, નરોડા તથા અન્ય વોર્ડમાં બીઆરટીએસ રૂટ તેમજ અન્ય રોડ પર જેટ પેચર મશેનથી હેવી પેચવર્ક કરવાના કામમાં સિંગલ ટેન્ડર આવતા તેમજ ટેન્ડર રિવાઈઝ કરવાનું થાય છે.
અને તેમાં સમય જાય તેમ હોઈ તંત્રે અંદાજીત ભાવથી ૪.પ૦ ટકા ઓછા ભાવના રૂા. ર.ર૪ કરોડથી વધુ રકમના ટેન્ડરને સ્વીકૃતિ આપી છે. આ દરખાસ્ત પણ કમિટીમાં મુકાઈ છે.
દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં પણ જુદા જુદા વોર્ડમાં જેટ પેચર મશીનથી રોડ પરના ખાડા રિપેર કરવા માટે અંદાજીત ભાવથી ૩.૩૦ ટકા ઓછા ભાવના રૂા. ૧.૪પ કરોડના ટેન્ડરને પણ તંત્રે મંજૂરી આપી છે.