બોપલમાં ફૂલી-ફાલી રહેલી અસામાજીક પ્રવૃત્તિઓ ?
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદના પૂર્વ છેડે આવેલ અને ઝડપથી વિકસી રહેલા બોપલમાં કેટલાક સમયથી અસામાજીક પ્રવૃતિઓ ફૂલીફાલી રહી હોવાની આશંકા વ્યકત થઈ રહી છે. અપૂરતા પોલીસ સ્ટાફ અને કેટલેક અંશે સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતાને કારણે અમુક પ્રકારની પ્રવૃતિઓએ દેખા દેવાની શરૂઅત કરી દીધી છે.
પોલીસની નજરમાં ગુનો ગણાતી પ્રવૃતિઓ વધી રહી હોવાના આક્ષેપો સ્થાનિક કક્ષાએથી થઈ રહયા છે કહેવાય છે કે આ મુદ્દે જાે સરકાર ચેતશે નહિ તો એક સારા વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓની બદી વધશે.અમુક ચોક્કસ પ્રકારના અસામાજીક તત્વોની દાદાગીરી તો વધી ગઈ છે તો શહેરના અન્ય વિસ્તારોમાંથી અહીંયા લોકો શા માટે આવે છે તે પ્રશ્ન ઉઠી રહયો છે.
શું વર્લી- મટકા ?? દારૂના સ્ટેન્ડો ?? ચાલુ થયા છે ?? સ્થાનિક લોકોના મનમાં જાતજાતના અને ભાતભાતના સવાલો ઉઠી રહયા છે. જાેકે આ જાેવાનું કામ તંત્રનું છે બોપલનો ઝડપથી વિકાસ થઈ રહયો છે અને તે અમદાવાદમાં છેડે આવેલ અને હાઈ-વે ટચ વિસ્તાર છે. આ અગાઉ ક્રિકેટ સટ્ટાના ખેલૈયાઓ પણ અહીંયાથી ઝડપાયા છે એકંદરે બોપલ પોલીસની કામગીરી વખાણવાલાયક છે છતાં હજુ જાણે કે તેમની નજરમાંથી છૂટી રહયુ છે ?? તેવો વેધક સવાલ જાગૃત નાગરિકો કરી રહયા છે.