બોપલમાં લૂંટ સહિત ૧૬ ઘરફોડ ચોરી કરનારા ત્રણ શખ્સો ઝડપાયા
અમદાવાદ, બોપલમાં રહેવાસીના ઘરમાં ઘુસી મારી નાંખવાની ધમકી આપી ૨૨ લાખથી વધુની લૂંટ ચલાવનારા ત્રણ શખ્સોની ક્રાઈમ બ્રાંચે વૈષ્ણોદેવી સર્કલતી અટક કરી હતી. તપાસમાં આરોપીઓે અમદાવાદ તતા અન્ય જીલ્લામાં ૧૬થી વધુ ઘરફોડી કરી હોવાનું બબાર આવ્યું હતું.
ક્રાઈમ બ્રાંચે વૈષ્ણોદેવી સર્કલ પાસે માહિતીને આધારે જાળ બિછાવીને દાહોદના મુકેશ ખીમલા મોહનીયા(૩૦)રામસિંહ ઉર્ફે બાબુ એન.માવી(૪૦) અને કલસિંગ એસ.ડામોર(૧૯)ની અટક કરી હતી. પુછપરછમાં આરોપીએ ૨૦ દિવસ અગાઉ ઓઢવ રિંગ રોડ ખાતે ભેગા થઈને કલસિંગની રિક્ષામાં બેસીને વિરમગામ રોડ પર ગોરજ ગયા હતા. તેઓ એક બંગલાવાળી સોસાયટીમાં ઘુસ્યા હતા. તેમણે ત્રણ બંગલાના દરવાજા તોડયા હતા પણ દાગીના કે કિંમતી ચીજાે મળી ન હતી.
બાદમાં તેઓ રિંગરોડ થઈને બોપલના એક બંગલોમાં ઘુસ્યા હતા. જાેકે બંગલામાં રહેવાસી રૃમમાં સુતા હતા અને આરોપીઓએ દરવાજાે ખખડાવતા મહિલાએ દરવાજાે ખોલ્યો હતો. આથી તેઓ ધક્કો મારીને રૃમમાં ઘુસી ગયા હતા અને અમે ગુંડા છીએ અવાજ કરશો તો મારી નાંખીશું કહીને મહિલા અને તેના પતિને ચાકુ વડે ઘાયલ કરીને ૨૨ લાખથી વધુની કિંમતના દાગીનાની લૂંટ ચલાવી હતી.
તે સિવાય તેમમે ગાંધીનગર ભાટ ગામ પાસે જર્મન બંગ્લોઝના એક બંગ્લામાંતી રોકડ રકમ અને દાગીના મળીને ૧૮ લાખથી વધુની ઘરફોડી કરી હતી. તેમણે અડાલજમાં ઉપરાંત સાણંદ રોડ પર ઉલારીયા ગામ પાસે સફલ વિહાન બંગ્લોઝના બે બંગલામાંથી ૨ લોકર તથા જુદા જુદા દેશના ચલણી સિક્કાની ચોરી કરી હતી. તેમની વિરૃધ્ધ બોપલમાં ચાર, ઘાટલોડીયામાં છ વડોદરાના પાદરા પોલીસ સ્ટેશનમાં એક, ધાનપુર પોલીસ સ્ટેશનમાં બે અને લીમખેડા પોલીસ સ્ટેશનમાં એક ગુનો મળીને કુલ ૧૬ ગુના નોંધાયેલા છે.HS