Western Times News

Gujarati News

બોપલમાં વૈભવી મકાનમાંથી નકલી વિદેશી દારૂ બનાવવાની ફેકટરી ઝડપાઈ

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાંથી દારૂ જુગારની બદીને ડામી દેવા માટે પોલીસતંત્ર દ્વારા વ્યાપક દરોડા પાડવામાં આવી રહયા છે આ દરમિયાનમાં શહેરને અડીને આવેલા બોપલ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી બુટલેગરો દ્વારા મોટાપાયે વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાની બાતમી મળી હતી જેના પગલે પોલીસ તંત્ર દ્વારા વોચ રાખવામાં આવી હતી અને ગઈકાલે બોપલમાં આવેલા વૈભવી વિભુષા બંગલોમાં રેડ પાડવામાં આવતા અંદરનું દ્રશ્ય જાઈ પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા હતા. બોપલના આ મકાનમાં બુટલેગરો દ્વારા કિંમતી દારૂની બોટલમાં નકલી દારૂ બનાવી પેક કરીને તેને વેચવામાં આવતો હતો પોલીસે નકલી દારૂ બનાવવાની સાધન સામગ્રી પણ કબજે કરી હતી જાકે બંને બુટલેગરો ફરાર થઈ જતાં પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.


આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં દારૂ- જુગારની બદીને ડામી દેવા માટે ઉચ્ચ અધિકારીઓએ આપેલા આદેશના પગલે ઠેરઠેર દરોડા પાડવામાં આવી રહયા છે. આ ઉપરાંત ખાનગીરાહે વોચ પણ રાખવામાં આવી રહી છે જેના પગલે મોટા બુટલેગરો ભુગર્ભમાં ઉતરી ગયા છે. આ દરમિયાનમાં શહેરના બોપલ વિસ્તારમાં ઘુમા નજીક આવેલા વિભુષા બંગ્લોઝમાં એક મકાનની અંદર છેલ્લા કેટલાક દિવસથી બુટલેગરો દ્વારા મોટાપાયે વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હોવાની બાતમી મળતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સતર્ક બની ગયા હતાં

વિભુષા બંગ્લોઝના ૧પ૧ નંબરના મકાનમાં શંકાસ્પદ હિલચાલ જાવા મળતી હતી જેના પગલે બે દિવસથી આ મકાનની બહાર વોચ ગોઠવવામાં આવી હતી ત્યારબાદ ગઈકાલે બપોરે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ મકાનને ચારેબાજુથી ઘેરો ઘાલી રેડ પાડી હતી. મકાનની બહાર એક મહિન્દ્રા ગાડી તથા એક બુલેટ મોટર સાયકલ પડેલુ જાવા મળ્યુ હતું પોલીસે બંધ મકાનનો દરવાજા ખોલી અંદર જાતા જ મકાનની અંદર વિદેશી દારૂની કિંમતી બ્રાંડની સંખ્યાબંધ બોટલો પડેલી જાવા મળી હતી.

આ બંગલોમાં બુટલેગરો દ્વારા વિદેશી દારૂની કિંમતી ખાલી બોટલો લાવી તેમાં નકલી વિદેશી દારૂ બનાવી ભરવામાં આવતો હતો અને આ માટે તેઓ દેશી દારૂનો પણ ઉપયોગ કરતા હતાં પોલીસ અધિકારીઓ આ મકાનની અંદરનું દ્રશ્ય જાઈ ચોંકી ઉઠયા હતાં આ મકાનમાં નકલી વિદેશી દારૂ બનાવવાની ફેકટરી ચાલતી હતી

આ મકાનમાંથી પોલીસે રપ૦૦ જેટલી વિદેશી દારૂની બોટલો કબજે કરી હતી આ ઉપરાંત એક કાર અને બુલેટ પણ કબજે કરવામાં આવ્યું હતું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે બુટલેગરોએ આ મકાન ભાડે લઈ તેમાં નકલી વિદેશી દારૂ બનાવવાની ફેકટરી શરૂ કરી દીધી હતી પોલીસે રેડ પાડી તે પહેલા જ આ મકાનમાંથી બે બુટલેગરો ભાગી છુટયા હતાં જે બંનેને વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે પોલીસે સ્થળ પરથી રૂ.પ.૩૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ અંગે બોપલ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.