Western Times News

Gujarati News

બોપલમાં ૨૪ કલાક પાણી સપ્લાય પ્રોજેક્ટ પૂર્ણતાના આરે: ઘુમામાં કામ ચાલુ

South Bopal

બોપલ-ઘુમાના ૨૪ x ૭ પ્રોજેક્ટ માટે રૂપિયા 170 કરોડનો ખર્ચ કરાશે

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં સમાવિષ્ટ બોપલ-ઘુમામાં નર્મદાના નીર સપ્લાય કરવા માટે જાેરશોરથી કામગીરી ચાલી રહી છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા બોપલ-ઘુમામાં ર૪ કલાક પાણી સપ્લાય કરવામાં આવશે જેના માટે રૂા.૧પ૦ કરોડ કરતા વધુ ખર્ચ કરવામાં આવશે. બોપલ-ઘુમામાં ર૪ કલાક વોટર સપ્લાય પ્રોજેકટનો તમામ ખર્ચ ઔડા કરશે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ત્રણ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી દૈનિક ૧૩૦૦ એમ.એલ.ડી. પાણી સપ્લાય કરવામાં આવશે. જેના માટે ર૧૬ વો.ડી. સ્ટેશન તૈયાર કરવામાં આવ્યા છે.

જયારે થોડા સમય અગાઉ સમાવિષ્ટ નવા વિસ્તારોમાં પાણી સપ્લાય માટે નગરપાલિકા કે ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવેલી ટાંકીઓનો ઉપયોગ થતો રહયો છે.

જયારે બોપલ, ઘુમા, શીલજ, નાના ચિલોડા નવા નરોડા સહીતના વિસ્તારોમાં ઔડા દ્વારા નવી ટાંકીઓ બનાવવામાં આવી છે. જેમાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા નેટવર્ક નાંખવામાં આવ્યા છે. નાના ચિલોડા, નરોડા તરફ કોતરપુરથી પાણી સપ્લાય થાય છે.

જયારે બોપલ અને ઘુમામાં જાસપુરથી પાણી સપ્લાય થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. બોપલમાં ઔડા દ્વારા કુલ ૦૭ ટાંકીઓ બનાવવામાં આવી છે. જેમાં ૦૬ ઓવરહેડ અને ૦૧ અંડરગ્રાઉન્ડ ટાંકી છે. આ તમામ ટાંકીઓના કામ પુર્ણ થઈ ગયા છે તથા નેટવર્કના કામ પણ પૂર્ણતાના આરે છે.

બોપલ વિસ્તારમાં ર૪ કલાક પાણી સપ્લાય થઈ શકે તે મુજબની ડીઝાઈન ઔડા દ્વારા તૈયાર કરવામાં આી છે જેમાં ર૦૪૮ની સાલ સુધીની સંભવિત વસ્તી અને પાણી જરૂરીયાતને ધ્યાનમાં લેવામાં આવ્યા છે. સદ્દર ૨૪ટ૭ પ્રોજેકટ માટે રૂા.૬૮.૮૮ કરોડના ટેન્ડર મંજુર કરવામાં આવ્યા છે. જે પૈકી રૂા.પ૬ કરોડનું કામ પૂર્ણ થયું છે

ઔડાના સુત્રોએ જણાવ્યા મુજબ બોપલમાં પ્રાથમિક તબક્કે દૈનિક ૧૦ એમએલડી પાણીની જરૂરીયાત રહેશે. ર૦૩૩માં રપ.૬૦ અને ર૦૪૮માં પ૧.૩૦ એમ.એલ.ડી. પાણીની ડીમાન્ડ રહેશે. બોપલ માથાદીઠ દૈનિક ૧૮૦ લીટર પાણી વપરાશની ગણત્રી કરવામાં આવી છે.

સદ્દર પ્રોજેકટમાં અંદાજે પ.૮૦ સ્કવેર કીલોમીટર વિસ્તારને આવરી લેવામાં આવશે. બોપલમાં ત્રણથી ચાર મહીનામાં કામ પૂર્ણ થાય તેવી શક્યતા છે. બોપલની સાથે જ મ્યુનિ. કોર્પોરેશન હદમાં સમાવિષ્ટ ઘુમામાં પણ ર૪ કલાક પાણી સપ્લાય કરવાની દિશામાં કામ ચાલી રહયુ છે. ઔડા દ્વારા ઘુમામાં ૨૪ટ૭ પ્રોજેકટ માટે રૂા.૯૮ કરોડનું ટેન્ડર મંજુર કરવામાં આવ્યુ છે. ઘુમામાં પણ ૦૬ ઓવરહેડ અને ૦૧ અંડરગ્રાઉન્ડ ટાંકી બનાવવામાં આવશે.

ઘુમામાં ર૪ કલાક પાણી પ્રોજેકટ અંતર્ગત ૪૩૬૦૦ મકાનોમાં જાેડાણ અપાશે તથા ૯પ૧ નંગ વોટર મીટર લગાવવામાં આવશે. ઘુમામાં ર૦પરની સંભવિત વસ્તી તથા પાણી જરૂરીયાતને ધ્યાનમાં લઈ ડીઝાઈન તૈયાર કરવામાં આવી છે. ઘુમામાં શરૂઆતના તબક્કે દૈનિક ૧પ એમએલડી પાણી સપ્લાય કરવામાં આવશે. જયારે ર૦૩૭માં દૈનિક ૩૧.૩૭ તથા ર૦પરમાં ૬૩૭૩ એમએલડી પાણીની જરૂરીયાત રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.