Western Times News

Gujarati News

બોપલ ઉપરાંત અમદાવાદ ગ્રામ્‍યની હદમાં આવેલી દરેક સાઇટ પર મજૂર-કારીગરની નોંધણી કરવાની ફરજીયાત

પ્રતિકાત્મક

અમદાવાદ ગ્રામ્‍યમાં મજૂરો તેમજ કારીગરોની માહિતી પોલીસ સ્‍ટેશને આપવી પડશે-આ ફરમાનનો ભંગ કરનાર શિક્ષાપાત્ર થશે એમ જાહેરનામામાં ફરમાવાયું છે.

અમદાવાદ શહેર બોપલ પોલીસ સ્‍ટેશન વિસ્‍તાઅને ગ્રામ્ય વિસ્તારોમાં મકાન બાંધકામ માટે મજૂરો, કડિયા અને કારીગરો બહારગામ કે રાજ્ય બહારથી રોજગારી અર્થે કામ કરે છે. જાહેર સલામતી અર્થે આ સર્વેની સંપૂર્ણ વિગતો નજીકના પોલીસ સ્‍ટેશને જણાવવા અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ શ્રી પરિમલ બી.પંડ્યા આદેશ કર્યો છે.

જે તે વિસ્‍તારના મુકાદમો કે કોન્‍ટ્રાકટરો કામકાજ માટે મજૂરો લાવે છે તેમની નોંધણી પોલીસ સ્‍ટેશનમાં ફરજિયાત કરવાની રહે છે. બહારથી આવનાર આ લોકો સર્વે આધારિત ગુના આચરે કે ગુનાગારીમાં મદદ કરે ત્‍યારે જાહેર હિત માટે તેમની સંપૂર્ણ જાણકારી પોલીસ સ્‍ટેશનમાં હોવી જરૂરી છે.

બોપલ ઉપરાંત અમદાવાદ જિલ્‍લા ગ્રામ્‍ય વિસ્‍તારની હદમાં આવેલી કામગીરીની દરેક સાઇટ પર કામ કરનાર મજૂર, કડિયા કે કારીગરની નોંધણી કરવાની ફરજીયાત છે. તેમની સંપૂર્ણ વિગતો નિયમિત રીતે પોલીસ સ્‍ટેશનમાં જણાવવાની રહેશે. તા. 06-10-2021 સુધી અમલી આ ફરમાનનો ભંગ કરનાર શિક્ષાપાત્ર થશે એમ જાહેરનામામાં ફરમાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.