Western Times News

Gujarati News

બોપલ-ઘુમાના રહેવાસીઓને પ્રોપર્ટી ટેક્ષમાં પપ ટકા સુધીનું વળતર મળી શકે છે

South Bopal

૭૦ ચો.મી. સુધીના ૧ર.પ૦ લાખ મિલ્કત ધારકોને ૩૩ ટકા રીબેટ મળશે

બોપલ અને ઘુમાના રહીશો તે અગાઉ જાહેર કર્યા મુજબ પ૦ ટકા ટેક્ષ ભરવાનો રહેશે. જાે તેઓ એડવાન્સ ટેક્ષ ભરપાઈ કરશે તો પ૦ ટકાના દસ ટકા લેખે વધુ પાંચ ટકા રીબેટ મળી કુલ પપ ટકા વળતરનો લાભ મળી શકે છે.

(પ્રતિનિધિ) અમદાવાદ, ગુજરાત રાજય વિધાનસભા ચૂંટણી વર્ષમાં અમદાવાદ મ્યુનિ. ટેક્ષ વિભાગે રાહતોની રેલમછેલ કરી છે તથા નાગરીકો માટે ખાસ “પ્રોપર્ટી ટેક્ષ ચૂંટણી સેલ” જાહેર કર્યા છે.

નાણાકીય વર્ષ ર૦ર૧-રરના અંતિમ કવાર્ટરમાં પ્રથમ વખત કોર્પોરેટર ધોરણે એક સાથે ત્રણ મહીના રીબેટ યોજના જાહેર કરી હતી તે જ પધ્ધતિથી ફરી વખત ત્રણ મહીના માટે “એડવાન્સ ટેક્ષ રીબેટ” યોજના જાહેર કરી છે. ઓનલાઈન પેમેન્ટ કરદાતાને વધુ એક ટકાનું ડીસ્કાઉન્ટ આપવામાં આવશે.

મ્યુનિ. પ્રોપર્ટી ટેક્ષ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી રીબેટ યોજનાનો મહતમ લાભ ૭૦ ચો.મી. સુધીની રહેણાંક મિલ્કતધારકોને મળશે. જયારે બોપલ-ઘુમાના કરદાતાઓને પ૬ ટકા સુધી રીબેટ મળી શકે છે.

મ્યુનિ. રેવન્યુ કમીટી ચેરમેન જૈનિકભાઈ વકીલ અને ડે. ચેરમેન પ્રદીપભાઈ દવેના જણાવ્યા મુજબ પ્રથમ વખત એડવાન્સ રીબેટ યોજના એક સાથે ત્રણ મહીના માટે જાહેર કરવામાં આવી છે જેમાં અલગ-અલગ સ્લેબ રાખવામાં આવ્યા છે.

આગામી રર એપ્રિલથી ર૧ મે સુધી મિલ્કતવેરો ભરપાઈ કરનાર કરદાતાને ૧૦ ટકા, રર મે થી ર૧ જુન સુધી નવ ટકા તથા રર જુનથી ર૧ જુલાઈ સુધી એડવાન્સ ટેક્ષ ભરનાર કરદાતાને આઠ ટકા રીબેટ આપવામાં આવશે. ઓનલાઈન માધ્યમથી એડવાન્સ ટેક્ષ ભરપાઈ કરનાર નાગરીકને વધુ એક ટકો રીબેટ આપવામાં આવશે.

નાણાકીય વર્ષ ર૦ર૧-રર ના અંતિમ ત્રિમાસિકમાં આ જ પધ્ધતિથી રીબેટ યોજના જાહેર કરવામાં આવી હતી જેના સારા પરિણામ મળ્યા છે, તેમજ રેકોર્ડ બ્રેક મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટીના બજેટમાં નાણાકીય વર્ષ ર૦રર-ર૩માં ૭૦ ચો.મી. સુધીની રહેણાંક મિલ્કતોને રપ ટકા માફી આપવાની જાહેરાત કરવામાં આવી છે.

સદ્‌ર માફી યોજનાનો લાભ મેળવનાર કરદાતા એડવાન્સ ટેક્ષ ભરપાઈ કરે તો તેને કુલ ૩૩ ટકા વળતરનો લાભ મળશે. જયારે બોપલ અને ઘુમાના રહીશો તે અગાઉ જાહેર કર્યા મુજબ પ૦ ટકા ટેક્ષ ભરવાનો રહેશે. જાે તેઓ એડવાન્સ ટેક્ષ ભરપાઈ કરશે તો પ૦ ટકાના દસ ટકા લેખે વધુ પાંચ ટકા રીબેટ મળી કુલ પપ ટકા વળતરનો લાભ મળી શકે છે.

મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટીની જાહેરાતના પગલે અંદાજે ૧ર.પ૦ લાખ રહેણાંક મિલ્કતધારકોને રપ ટકા માફી યોજનાનો લાભ મળશે. ર૦ર૦-ર૧માં જે મિલ્કતો સીલ કરવામાં આવી હતી તેની પૂર્ણ વિગતો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. જયારે વ્હીકલ ટેક્ષના કૌભાંડ અંગે નોટિસો આપવામાં આવી રહી છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.