બોપલ-ઘુમામાં મિલકત આકારણી શરૂઃદિવાળી પછી ટેક્ષ બિલ આવશે
(એજન્સી) અમદાવાદ, એએમસી દ્વારા ગત વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં ભેળવાયેલા બોપલ-ઘુમા વિસ્તારમાં આવેલી ૪૦ હજાર જેટલી મિલકતોની કાર્પેટ બેઝડ આકાણીનો પ્રારંભ કરાયો છે. અને વેલ્યુએશનની કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ એટલે કે દિવાળી પછી બોપલ-ઘુમાના રહીશોને નવા ટેક્ષ બિલની વહેચણી કરાશે.
બોપલ, ઘુમાના રહીશોએ હવે નગરપાલિકા વેળા ચુકવવા પડતા પ્રોપર્ટી ટેક્ષની સરખામણીએ ે લગભગ બેથી ત્રણ ગણો મિલકતવેરો વધારે ચુકવવો પડશે. બોપલ-ઘુમાના રહીશોને સ્માર્ટ સીટી અંતર્ગત મ્યુનિસિપલ સેવાઓ, સુવિધાઓ મળે કે ન મળે પણ તેમણે એએમસી ના ધોરણે ‘સ્માર્ટ’ ટેક્ષ તો ચુકવવો જ પડશે.
રેવેન્યુ કમિટિ ચેરમેન જૈનિક વકીલે કહ્યુ હતુ કે બોપલ- ઘુમામાં તાઉ૧૮મી જૂનથી મિલકતોના વેલ્યુએશન માટે ૧૦ સભ્યોની એક એવી ત્રણ ટીમ રચીને કામગીરી હાથ ધરાઈ છે. મિલકતોના વપરાશના આધારે મિલકતના બાંધકામનું વર્ષ નક્કી કરાશે. અને તમામ મિલકતો માટે નવો ટેનામેન્ટ નંબર ફાળવાશે. બોપલ-ઘુમાની મિલકતોના વેલ્યુએશન પછી મ્યુનિસિપલને રૂા.ર૦ કરોડની આવક વધે એવી શક્યતાઓ છે.