Western Times News

Gujarati News

બોપલ, ઘુમા, કઠવાડામાં પહેલા કચરાના નિકાલની સુવિધા ઉપલબ્ધ કરાશે

File

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હદમાં નવા સમાવેલ વિસ્તારો

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં સમાવાયેલા નવા વિસ્તારોને પ્રાથમિક સુવિધાઓ મળી રહે એ માટે કોર્પોરેશન તરફથી કમર કસવામાં આવી છે. બોપલ, ઘુમા, કઠવાડા, ચિલોડા સહિતના વિસ્તારોમાં કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા ડોર ટુ ડોર કચરો લેવા માટેે સિસ્ટમ ગોઠવવામાં આવનાર છે. આ અંગે સ્ટેન્ડગ કમિટિની બેઠકમાં વિસ્તત ચર્ચા-વિચારણા કરવામા આવી હતી. કોર્પોેરશનની હદમાં નવા સમાવેલા વિસ્તારોને અન્ય વિસ્તારોની માફક સુવિધા આપવા માટે વિચારણા કરાઈ હતી. આ વિસ્તારોમાં પ્રથમ કચરાના નિકાલ માટેની વ્યવસ્થા ગોઠવાય એના પર ભાર મુકવામા આવ્યો હતો.

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf

અત્રે ઉલ્લેેખનીય છે કે આ તમામ વિસ્તારોનો મ્યુનિસિપલ કોર્પોરેશનમા સમાવેશ કરવાની સાથે સામાન્ય પ્રજાની સુખાકારીની જવાબદારી હવે કોર્પોરેશન પર આવી છે. તેથી સૌ પ્રથમ સ્વચ્છતાના સંદર્ભમાં ડોર ટુ ડોર (ઘરે ઘરે ફરીને) કચરો ઉપાડવામાં આવશે. કોર્પોરેશનની હદમાં આવતા વિસ્તારોમાં જે પ્રકારે સુવિધા આપવામાં આવે છે એ પ્રકારની તમામ સવલતો માટે કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં ચર્ચા-વિચારણા હાથ ધરવામાૃ આવી હતી. ટૂંક સમયમાં જ સમગ્ર સિસ્ટમ ગોઠવાઈ જશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.