Western Times News

Gujarati News

બોપલ, બાવળા, વિરમગામમાં ગેરકાયદેે સિગારેટના વેચાણ અંગે પોલીસના દરોડા

પ્રતિકાત્મક

(એજન્સી) અમદાવાદ, અમદાવાદ ગ્રામ્ય એસઓજીની ટીમે ગેરકાયદેસર સિગારેટના વેચાણ માટે જીલ્લાના બોપલ, બાવળા અને વિરમગામમાં દરોડો પાડ્યા હતા. જેમાં ત્રણ શખ્સોને ગેરકાયદેે સિગારેટ અને તમાકુનુૃ વેચાણ કરતા પકડી પાડ્યા હતા.

પકડાયેલા આરોપીઓ પાસેથી મોટા પ્રમાણમાં તમાકુ અને સિગારેટનો જથ્થો જપ્ત કરી તેમની સામે પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવી છે. અમદાવાદ જીલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવની સુચના બાદ એસઓજીની ટીમે તપાસ હાથ ધરી હતી.

પીઆઈ ડી.એન.પટેલની ટીમને બાતમી મળી હતી કે બાવળા દેવ આર્કેડ એચ-૧ જલારામ કૃપા ટ્રેડર્સમાં ચિત્રાત્મક ચેતવણી કે લખાણ વગરની તમાકુ તથા સિગારટનું ગેરકાયદે વેચાણ થઈ રહ્યુ છે. ટીમે તપાસ કરતાં રમણ ઠક્કર (રહે.બાવળા) ને જુદી જુદી ૩ બ્રાંડના તમાકુના પેકેટ નંગ-૩૦૮૭ જેની કિંમત રૂા.૧૭ હજાર જેટલી થાય છે. તે મળી આવતા બાવળા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત, એસઓજીની ટીમ દ્વારા જીલ્લામાં અન્‌ જગ્યાએ પણ તપાસ હાથ ધરી હતી જેેમાં ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે વિરમગામ ટાઉનમાં ચોક્સી બજારમાં ઘડીયાળીની પાસે શાહ પ્રભુદાસ છગનલાલ નામની સેમી હોલસેલની દુકાનમાં ચિત્રાત્મક કે લખાણ વગરની સિગારેટનું ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યુ છે.

જેથી પોલીસની ટીમે તપાસ કરતા દિક્ષીત શાહ, (રહે. વિરમગામ્‌) ત્રણ બ્રાંડની વિદેશી બનાવટની સિગારેટ તથા તમામ બ્રાંડના કુલ ર૯ પેકેટ મળી કુલ રૂા.૩૬૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. બોપલમાં પણ એસઓજીની ટીમે ગેરકાયદેસર સિગારેટના વેચાણ પર દરોડો પાડ્યા હતા.

પોલીસની ટીમને બાતમી મળી હતી કે બોપલ જીમખાના રોડ ઉપર આર્યન ગ્લોરીયાની બાજુમાં ખુલ્લા પ્લોટમાં માય ડીલક્ષ પાન પાર્લરમાં ચિત્રાત્મક ચેતવણી કે લખાણ વગરની સિગારેટનુૃ ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યુ છે.

જેથી પોલીસની ટીમે તપાસ કરતા ત્યાં મલ્હાર દવે (રહે. સરખેજ) જુદી જુદેી ૭ બ્રાંડની વિદેશી બ્રનાવટની સિગારેટ તથા તમામ બ્રાંડની મળી કુલ ૭૧ પેકેટ કિમત રૂા.૧૧ હજાર મળી આવતા તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.