બોપલ બ્રિજ સ્લેબ ધરાશાયી મામલે એક્શન નહીં, બ્લેકલિસ્ટની દરખાસ્ત રદ્દ
અમદાવાદ, બોપલ નિર્માણધીન બ્રિજનો સ્લેબ ધરાશાયી થવા મામલે રણજીત બિલ્ડકોન પર AUDA ની રહેમરાહ, રણજીત બિલ્ડકોનને ૩ વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવાની દરખાસ્ત રદ કરી, ૩ મહિના કામ સ્થગિત કરવા AUDA નો ર્નિણય, તપાસ સમિતિએ અહેવાલ ન આપતા કોન્ટ્રાક્ટરને ડીબાર કરવાનું ટાળ્યુંદુર્ઘટનાની ગંભીરતા ધ્યાને લઇ ઘટનાની તપાસ માટે ઉચ્ચ કક્ષાની તપાસ સમિતીની રચનાની જાહેરાત થઈ હતી.
તપાસ સમિતિએ પોતાનો પ્રાથમિક અહેવાલ ૩૦ દિવસમાં રાજ્ય સરકારને સુપરત કરવાનો રહેશે તેવુ સરકારે સૂચન પણ કર્યું હતું. આ તપાસ સમિતિમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના મુખ્ય ઇજનેર, માર્ગ અને મકાન વિભાગના ડિઝાઇન સર્કલના મુખ્ય અથવા અધિક્ષક ઇજનેર, GERI વડોદરાના એક પ્રતિનિધિ તેમજ ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીના એક પ્રતિનિધિની સેવાઓ જરૂર જણાયે લેવામાં આવશે તેમ પણ ઠરાવવામાં આવ્યું હતું.
શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ સચિવ લોચન સહેરાની અધ્યક્ષતામાં તપાસ બેઠી હતી. પણ સરકારના આદેશનો અનાદર કરી ૬ મહિના જેટલો સમય વીતી ચૂક્યો હોવા છતાં પણ રિપોર્ટ રજૂ કરાયો નથી. ગત વર્ષના અંતમાં એટલે કે ડિસેમ્બર મહિનામાં અમદાવાદમાં સરદાર પટેલ રિંગરોડ પર નિર્માણધિન બ્રિજનો એક ભાગ ધરાશાયી થયો હતો સનાથલ સર્કલથી બોપલ સુધીના રોડ પર બ્રિજ બની રહ્યો છે.
બ્રિજ બનીને તૈયાર થાય તે પહેલા એક ભાગ વચ્ચેથી ધરાશાયી થયો હતો.રણજિત બિલ્ડકોન લિમિટેડને કોન્ટ્રાક્ટ અપાયો હતો.ઓવરબ્રિજ અને અંડરબ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ અપાયો હતો અંદાજિત રૂપિયા ૯૦ કરોડના ખર્ચે બ્રિજનું ટેન્ડર અપાયું હતું. બ્રિજ તૂટી જવાની ઘટના બાદ રણજિત બિલ્ડકોન લિમિટેડે પર સરકારે એક્શન પણ લીધા હતા. પણ માત્ર પૂરતી કાર્યવાહી કરી રણજીત બિલડકોનને છૂટોદોર આપી દેવામાં આવ્યો છે.SS3KP