બોપલ-શીલજ સહિતના વિસ્તારોમાં કામ કરતા મજુરોનું વેરીફિકેશન કરવું જરૂરી
લૂૃંટની ઘટનાઓમાં સ્થાનિક લોકોની સંડોવણીની આશંકા
પોલીસ કાર્યવાહી સામે સવાલો ઉઠતાં જ અધિકારીઓ સતર્કઃ ઘોડા નાસી ગયા પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટ
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, અમદાવાદનો ભૌગોલિક વિસ્તાર વધ્યો છે. પરંતુ તેની સામે સુવિધાથી લઈને નાગરીકોના જાનમાલના રક્ષણની જવાબદારી અદા કરવામાં તંત્ર કેટલેક અંશે ઉણું ઉતર્યુ છે. તેની પ્રતિતિ સામાન્ય નાગરીકને પાછલા કેટલાંક સમયથી થઈ રહી છે.
ખાસ કરીને ચોરી-લૂંટફાટની ઘટનાને લઈને પશ્ચિમ અમદાવાદનો નાગરીક ભયભીત થઈ ગયો છે. બોપલ-શીલજ-શેલા ઘુમા સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં મકાનો -ફલેટો ખેતરો-અને ખુલ્લા રસ્તાઓને અડીને આવલા છે. લૂંટારૂ ટોળકીઓ આ વિસ્તારમાં આવેલા મકનોને ટાર્ગેટ કર છે અને લુૃંટ ચલાવે છે. પછી આસાનીથી અંધારાનો લાભ લઈને ભાગી જાય છે એવુુૃં પ્રારંભિક તબક્કે અનુમાન લગાવી શકાય તેમ છે.
પરંતુ લૂૃટારૂ ટોળકી આવે છે ક્યાંથી?? સવાલ એ છે કે શુૃ અગાઉથી રેકી કરે છે કે પછી કેટલાંક સ્થાનિક લોકો તેમની સાથે સંકળાયેલા છે?? ચડ્ડી-બનિયાનધારી ટોળકી પંચમહાલ-દાહોદ અથવા મધ્ય પ્રદેશના જાંબુઆ જીલ્લાના આદિવાસીઓની ટોળકી હોઈ શકે છે એવા તર્કને ધ્યાનમાં રાખીને પોલીસ તપાસ કરી રહી છે ત્યારે કેટલાંક મહત્ત્વના પ્રશ્નો ઉપસ્થિત થઈ રહયા છે.
આ તમામ વિસ્તારોમાં બિલ્ડરોની નાની-મોટી અનેક સ્કીમો અમલમાં છે. તેમાં જુદા જુદા રાજયોમાંથી સેકડો કારીગરો કામ કરે છે ત્યારે સ્વાભાવિક છે કે આ તમામ કારીગરોનું જે તે બિલ્ડર કે કોન્ટ્રાક્ટરો દ્વારા પોલીસ વેરીફિકેશન કરાય છે કે કેમ?? માની લઈએ કે કોઈ કારીગર-મજુર ગુનામાં સંડોવાયેલો નથી.
પરંતુ તે ટોળકીના લોકોને માહિતી નહંી પહોંચાડતો તો નહીં હોય ને?? તેની શુૃ ખાતરી?? મોટી સંખ્યામાં કારીગરો કે મજુરો કામ કરતા હોય ત્યારે તેમના ભૂતકાળના ઈતિહાસને તપાસવો જરૂરી છે.
બીજી તરફ સ્થાનિક વિસ્તારોમાં અનેક ઝૂંપડપટ્ટીઓ આવેલી છે ત્યારે એ દિશામાં પણ તકેદારી રાખવી જરૂરી બની ગઈ છે. તેમાંથી કેટલીક ઝુંપડપટ્ટીઓ તો ગેરકાયદે, ઉભી થઈ હોવાની આશંકા છે. આવી સ્થિતિમાં શંકાના દાયરામાં કોઈપણ આવી શકે છે.
સૌથી અગત્યની બાબત એ છે કે આ વિસ્તારોમાં છેેવાડાની સાઈડમાં અનેક સોસાયટીઓ-ફલેટો છે તેથી પોલીસ પેટ્રોલીંગ વધુ સઘન બને એ આવશ્યક છે. પરંતુ રૂરલ પોલીસ જ્યારે જ્યારે આવી લૂંટફાટની ઘટના બને ત્યારે એક્ટીવ થઈ જાય છે એેવું ધ્યાન પર આવ્યુ છે.તકેદારી નહીં રાખવાને કારણે આવા તત્ત્વો ઘુસી જતાં હોય છે.
તેઓ મજુરોની સાથે ઘુસી જતા હોય તો તે અંગે કોઈને શંકા પણ જતી નથી અને એટલે જ આવા તત્ત્વો પકડાતા નથી. સામાન્ય રીતે આવી ઘટનાઓ બને તે પછી જ પોલીસ સક્રિય થતી હોવાની સામાન્ય સમજ નાગરીકોના મનમાં હોય છે. અત્યારેે પ૦૦ પોલીસ જવાનોને ગુનેગારોને પકડવા મેદાનમાં ઉતારાયા છે.
આ બાબત આવકારદાયક હોવા છતાં ‘ઘોડા ભાગી છૂટ્યા પછી તબેલાને તાળા’ જેવો ઘાટ સર્જાયો છે. અગાઉ એકાદ-બે ઘટના બની ત્યારપછી પોલીસ સર્તક થઈ ગઈ હોત તો લુંટારૂઓ આટલા બેફામ થયા નહોત?? એવી લોકમુખેે ચર્ચા ચાલી રહી છે.