બોબીની વેબ સીરિઝ આશ્રમની ત્રીજી સિઝનનું ટ્રેલર રીલિઝ
મુંબઈ, અભિનેતા બોબી દેઓલની સુપરહિટ વેબ સીરિઝ આશ્રમની ત્રીજી સિઝનનું ટ્રેલર રીલિઝ થઈ ગયું છે. કાશીપુર વાળા બાબા નિરાલાનું સામ્રાજ્ય ફરી એકવાર ખુલી ગયું છે. આશ્રમ ૩નું ટ્રેલર રીલિઝ થતા જ જપનામનો અવાજ ગૂંજવા લાગ્યો છે.
ટ્રેલર જાેઈને લાગી રહ્યું છે કે ડિરેક્ટર પ્રકાશ ઝા આ વખતે આશ્રમ ૩માં બાબા નિરાલાની કાળી કરતૂતોની ખતરનાક માયાજાળ લઈને આવ્યા છે. આશ્રમ ૩નું ટ્રેલર જાેઈને ફેન્સમાં આતુરતા વધી છે અને આ સિઝનમાં અભિનેત્રી ઈશા ગુપ્તાની પણ એન્ટ્રી થઈ છે.
પ્રકાશ ઝાના ડિરેક્શનમાં બનેલી એમએક્સ ઓરિજિનલ સીરિઝમાં બોબી દેઓલ, અદિતિ પોહનકર, ચંદન રોય સાન્યાલ, દર્શન કુમાર, અનુપ્રિયા ગોયનકા, ઈશા ગુપ્તા, સચિન શ્રોફ, અધ્યયન સુમન, ત્રિધા ચૌધરી, વિક્રમ કોચર, અનુરિતા કે ઝા, રુશાદ રાણા, તન્મય રંજન, પ્રીતિ સૂદ, રાજીવ સિદ્ધાર્થ અને જયા સીલ ઘોષ છે.
મેકર્સે આશ્રમ ૩ની રીલિઝ ડેટની પણ જાહેરાત કરી છે. આશ્રમ ૩ના તમામ એપિસોડ ૩ જૂન, ૨૦૨૨ના રોજ પ્રસારિત કરવામાં આવશે. દુનિયાભરમાં લોકો તેને વિનામૂલ્યે જાેઈ શકશે. આશ્રમ ૩નું ટ્રેલર જાેઈને એક વાત તો કહી જ શકાય કે આ વખતે બાબા નિરાલા વધારે આક્રમક વલણ અપનાવશે. તે હવે પોતાને ભગવાન સમજવા લાગ્યા છે.
રાજનીતિમાં તેમની બોલબાલા છે જ, અને આખું શહેર તેમના ગુણગાન ગાઈ રહ્યું છે. ટ્રેલરમાં જાેઈ શકાય છે કે પમ્મી કોઈ પણ ભોગે બાબાનો અંત લાવવા માંગે છે. ટ્રેલરમાં જાેઈ શકાય છે કે પમ્મી(અદિતિ) બાબા નિરાલા પર નિશાન તો સાધે છે, ગોળી પણ ચલાવે છે પરંતુ હવે બાબાનું મૃત્યુ થશે કે કેમ તે સીરિઝ જાેયા પછી જ જાણી શકાશે.
પરંતુ આ સીન પછી એક પ્રશ્ન થઈ રહ્યો છે કે શું આ સીરિઝમાં બાબા નિરાલાના ચેપ્ટરનો અંત આવી જશે. શું તે જીવતા બચી શકશે? નોંધનીય છે કે ગત સિઝનમાં બોલ્ડનેસનો તડકો બબીતા ભાભીના રોલમાં ત્રિધા ચૌધરીએ લગાવ્યો હતો.
આ વખતે તેવો જ રોલ ઈશા ગુપ્તાને ઓફર કરવામાં આવ્યો છે. તે બાબા નિરાલાના અંધ વિશ્વાસમાં કેદ અને બોલ્ડ લુકમાં જણાઈ રહી છે. ટ્રેલર જાેઈને કહી શકાય કે પ્રકાશ ઝાએ આ સીરિઝમાં મસાલો, ભય અને મનોરંજન પૂરા પાડ્યા છે. ઓટીટીના કિંગ તરીકે ઓળખાતા બોબી દેઓલ અને ભોપા સ્વામીના રોલમાં ચંદન રોયે પણ શાનદાર અભિનય કર્યો છે.SSS