બોબી કારમાં બેસવા જતો હતો ત્યારે એક ભિક્ષુક બાળકી તેને ભેટી પડી હતી

રેસ્ટોરાંની બહાર બોબીએ ભિક્ષુકો સાથે ફોટા પડાવ્યા.
વિનમ્રતા જાેઈ લોકોએ કર્યા વખાણ.
બોબીની સાદગી જાેઈને ફેન્સ વખાણ કરી રહ્યા છે
મુંબઈ, અભિનેતાઓ અને કઝિન્સ બોબી દેઓલ અને અભય દેઓલ ગુરુવારે રાત્રે ડિનર માટે ભેગો થયા હતા. મુંબઈની એક જાણીતી રેસ્ટોરાંની બહાર બંને ડિનર બાદ જાેવા મળ્યા ત્યારે મીડિયાના ફોટોગ્રાફર્સે તેમને કેમેરામાં કેદ કરવા માટે પડાપડી કરી હતી. બ્લૂ રંગની ટી-શર્ટ અને ડેનિમમાં બંને ભાઈઓએ ટિ્વનિંગ કર્યું હતું. દરમિયાન જ કેટલીક ભિક્ષુક છોકરીઓ ત્યાં આવી ચડી અને તેમની સાથે ફોટો પડાવવાની જિદ્દ કરવા લાગી. ત્યારે અભય અને બોબીએ ખુશી-ખુશી તેમની સાથે પોઝ આપ્યા હતા.
અભય અને બોબી તેમની ફિલ્મ ‘જંગલ ક્રાય’ની ટીમ સાથે ડિનર માટે પહોંચ્યા હતા. આ ફિલ્મમાં અભય અને એમિલી શાહ સહિતના કલાકારો છે. જાેકે, આ ડિનર કરતાં પણ તે પછીનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં જાેઈ શકો છો કે, અભય અને બોબી રેસ્ટોરાંમાંથી બહાર નીકળે છે અને ફિલ્મની ટીમ સાથે પોઝ આપે છે. એ વખતે કેટલાક ભિક્ષુક બાળકો ત્યાં આવી ચડી છે અને તેમની સાથે ફોટો પડાવવા માટે પડાપડી કરી હતી. બોબી અને અભયે પ્રેમથી આ ગરીબ બાળકો સાથે ફોટો પડાવ્યા હતા. બાદમાં એક છોકરી બોબી દેઓલને ભેટવાથી ત્યારે તેને પ્રેમથી તેણે ગળે લગાવી હતી. આ જાેઈને બીજી બે ભિક્ષુક છોકરીઓ ત્યાં આવી અને તેને ભેટી હતી.
બોબી દેઓલ જેવા સેલિબ્રિટીને ગળે મળીને તેઓ ખૂબ ખુશ થયા હતા. બોબીએ પણ વિનમ્રતા દાખવી હતી અને ખુશીથી તેમને ભેટ્યો હતો. બોબીનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ખબૂ વખાણ થઈ રહ્યા છે. એક સોશિયલ મીડિયા યૂઝરે વિડીયો જાેઈને લખ્યું, ‘દેઓલ પરિવાર વિનમ્ર છે.’ અન્ય એકે લખ્યું, “બંને ભાઈઓ એક જેવા છે..બોબી અને અભય.” અન્ય એક યૂઝરે બંનેને જેન્ટલમેન ગણાવ્યા છે. એક સોશિયલ મીડિયા યૂઝરે લખ્યું, “આવા હોવા જાેઈએ હીરો જે ગરીબોને ગળે મળે.
પ્રોડ્યુસર શબ્બીર બોક્સવાલાએ તેમના ગેટ-ટુ-ગેધરની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. ડિનર ટેબલ પરની તસવીર શેર કરતાં શબ્બીર બોક્સવાલાએ લખ્યું, “ટનલના અંતે અજવાળું હોય છે. કોવિડના કારણે અમે બે વર્ષ સુધી રાહ જાેઈ અને હવે આખરે અમારી ફિલ્મ ‘જંગલ ક્રાય’ રિલીઝ થવા જઈ રહી છે. પ્રમોશન પહેલા નાનકડું સેલિબ્રેશન.” આ ફોટો સાથે તેમણે બોબી, અભય, એમિલી શાહ અને અન્યોને ટેગ કર્યા છે. રિપોર્ટ પ્રમાણે, આ ફિલ્મ ઓડિશાની કાલિંગા ઈન્સ્ટીટ્યૂટના ૧૨ અનાથ અને જરૂરિયાતમંદ બાળકો આધારિત પ્રેરણાદાયી સ્ટોરી છે.sss