બોબી દેઓલની ફિલ્મ ક્લાસ ઓફ ૮૩નું ટ્રેલર રિલિઝ
મિશન પૂર્ણ કરવા માટે પાંચની ટીમ તૈયાર કરે છે, એક્શન અને થ્રિલરથી ભરપૂર આ ફિલ્મમાં મુંબઈ પોલીસ બતાવાશે
મુંબઈ, બોલિવૂડ એક્ટર બોબી દેઓલ ફિલ્મ ‘ક્લાસ ઓફ ૮૩ની સાથે મોટા પડદા પર જબરદસ્ત કમબેક કરી રહ્યો છે. આ ફિલ્મનું ટ્રેલર શુક્રવાર, ૭ ઓગસ્ટના રોજ રિલીઝ થયું છે. ટ્રેલરમાં સ્પષ્ટ થઈ ગયું છે કે બોબી દેઓલ એક કડક અને પ્રામાણિક પોલીસ અધિકારી તરીકે જોવા મળશે. ફિલ્મ સાચી ઘટના પર આધારિત છે.
ફિલ્મમાં મુંબઇ પોલીસની જાંબાજી ફિલ્મ ક્લાસ ઓફ ૮૩ના ટ્રેલરમાં બોબી દેઓલ ખોટા લોકોની સામે રહીને પોતાનું મિશન પૂર્ણ કરવા માટે પાંચની ટીમ તૈયાર કરે છે. એક્શન અને થ્રિલરથી ભરેલી આ ફિલ્મ મુંબઈ પોલીસ બતાવશે. ફિલ્મ ક્લાસ ઓફ ૮૩એ જ નામ હેઠળ સૈયદ યુનુસ હુસેન ઝૈદી દ્વારા લખાયેલા પુસ્તક પર આધારિત છે. જેનું દિગ્દર્શન અતુલ સાબરવાલ કરી રહ્યા છે.
શાહરૂખ ખાનના હોમ પ્રોડક્શન રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટ હેઠળ નિર્માણ પામેલી આ ફિલ્મ ૨૧ છેખ્તેજંગસ્ટે નેટફ્લિક્સ પર રીલીઝ થવા જઈ રહી છે. બોબી દેઓલના શાનદાર કમબેક જોઈને લોકો આતુરતાથી આ ફિલ્મની રાહ જોઇ રહ્યા છે. ફિલ્મ ‘ક્લાસ ઓફ ૮૩’ માં બોબી દેઓલ સિવાય અનૂપ સોની, વિશ્વજીત પ્રધાન, જોય સેનગુપ્તા મહત્વની ભૂમિકામાં છે.SSS