બોબ બિશ્વાસ પર અમિતાભ બચ્ચને કવિતા સંભળાવી
મુંબઈ, અભિષેક બચ્ચન અને ચિત્રાંગદાની ફિલ્મ બોબ બિશ્વાસ ૩ ડિસેમ્બરે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે. કહાની ફિલ્મની સ્પીન-ઓફ છે. હાલમાં જ અમિતાભ બચ્ચને દીકરાની ફિલ્મ પર એક કવિતા સંભળાવતો વિડીયો શેર કર્યો છે.
પિતા હરિવંશ રાય બચ્ચનની કેટલીક પંક્તિઓ લખીને તેમણે બોબ બિશ્વાસની કવિતાનો વિડીયો શેર કર્યો છે. અમિતાભ બચ્ચને લખ્યું, મારા દીકરા મારા ઉત્તરાધિકારી એટલે નહીં હોય કારણકે અમારી અટક એક છે. જે મારા વારસાને ન્યાય આપી શકશે તે મારા ઉત્તરાધિકારી કહેવાશે.
મારો દીકરો મારું અભિમાન, મારો વારસદાર.’ સાથે જ તેમણે બોબ બિશ્વાસની કવિતાનો શ્રેય EP-પી. આહુજાને આપ્યો છે. પિતાએ અનોખા અંદાજમાં તેની ફિલ્મના વખાણ કરતાં અભિષેક ગદ્ગદ થઈ ગયો હતો. તેણે કવિતા રિટિ્વટ કરતાં લખ્યું, આનાથી વિશેષ શું જાેઈએ? આ પછી અભિષેકે દાદા હરિવંશ રાય બચ્ચનની કવિતા અગ્નિપથની કેટલીક પંક્તિઓ લખી છે.
જણાવી દઈએ કે, આ જ પંક્તિઓ અમિતાભ બચ્ચને ૧૯૯૦માં આવેલી ફિલ્મ અગ્નિપથમાં પણ વાપરી હતી. આ પહેલીવાર નથી જ્યારે અમિતાભ બચ્ચને ‘બોબ બિશ્વાસ’ માટે અભિષેકના વખાણ કર્યા હોય. અગાઉ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારે તે શેર કરતાં અમિતાભ બચ્ચને લખ્યું હતું, તને મારો દીકરો કહેતાં ગર્વ થાય છે.
ઉલ્લેખનીય છે કે, ‘બોબ બિશ્વાસ’ ક્રાઈમ થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મનું ડાયરેક્શન દિવ્યા અન્નપૂર્ણા ઘોષે કર્યું છે. શાહરૂખ ખાનના પ્રોડક્શન હાઉસ રેડ ચીલીઝ હેઠળ ‘બોબ બિશ્વાસ’નું નિર્માણ થયું છે. ગુરુવારે રાત્રે ‘બોબ બિશ્વાસ’નું પ્રીમિયર યોજાયું હતું. જેમાં અભિષેક બચ્ચન સહિત ફિલ્મની કાસ્ટ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સેલેબ્સ ઉપસ્થિત રહ્યા હતા.SSS