બોમ્બે હાઇકોર્ટે આર્યન ખાનને જામીન આપ્યા : આજની રાત જેલમાં જ પસાર કરવી પડશે

File
મુંબઈ, બોમ્બે હાઇકોર્ટે આર્યન ખાન સહિત ત્રણ આરોપી (અરબાઝ તથા મુનમુન ધામેચા)ની જામીન અરજી આજે, 28 ઓક્ટોબરના રોજ મંજૂર કરી હતી. બોમ્બે હાઇકોર્ટમાં છેલ્લાં ત્રણ દિવસથી આ કેસની સુનાવણી થતી હતી. NCBએ જામીન અરજીનો વિરોધ કર્યો હતો, પરંતુ અંતે હાઇકોર્ટે જામીન આપી દીધા હતા.
જોકે, હાઇકોર્ટ આવતીકાલ, 29 ઓક્ટોબરે જામીનના કારણો, શરતો સાથે પૂરો ચુકાદો અઢી વાગે આપશે. ત્યાં સુધી આર્યન ખાન સહિત ત્રણેય આરોપી જેલમાં જ રહેશે. હાઇકોર્ટના ઓર્ડર બાદ જ ત્રણેય આરોપી જેલમાંથી બહાર આવી શકશે. આર્યન-અરબાઝ આર્થર રોડ જેલમાં છે, જ્યારે મુનમુન ધામેચા ભાયખલ્લા જેલમાં બંધ છે.