બોમ્બ લગાવતી વખતે જ બ્લાસ્ટ થઈ ગયો અને આરોપીના જ ચિથડા ઉડી ગયા: પંજાબના મુખ્યમંત્રી
ચંડીગઢ, પંજાબની લુધિયાણા કોર્ટમાં જે બોમ્બ વિસ્ફોટ થયો હતો, તેમાં બે લોકોનું મૃત્યુ થયું છે અને ૪ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ બ્લાસ્ટ અંગે મુખ્યમંત્રી ચરણજીત ચન્નીએ કહ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં એવું લાગી રહ્યું છે કે, જે વ્યક્તિ બોમ્બ મૂકવા આવ્યો હતો અને ઓપરેટ કરી રહ્યો હતો ત્યારે જ આ ધમાકો થયો છે. તપાસ એજન્સીઓ અને પોલીસને પણ સાજિસની શંકા છે.
શરૂઆતની તપાસમાં ધમાકામાં જે વ્યક્તિના શવના ચિથડા ઉડી ગયા છે, તે જ સંદિગ્ધ હોય શકે છે. શક છે તે બાથરૂમમાં જ્યારે બોમ્બ એસેમ્બલ કરી રહ્યો હતો, ત્યારે જ આ બોમ્બ ફાટી ગયો હશે. ફોરેન્સિક તપાસ ચાલી રહી છે. પંજાબના મુખ્યમંત્રી બાદ કોંગ્રેસના પ્રદેશ અઘ્યક્ષ નવજાેત સિંહ સિદ્ધુએ પણ કોર્ટમાં થયેલા બ્લાસ્ટને સાજિશ કહી હતી.
કોર્ટના બીજા માળે આ બ્લાસ્ટ થયો છે. બ્લાસ્ટ થતા જ કોર્ટ પરિસરમાં દોડાદોડી થઈ ગઈ હતી. લોકોમાં ડરનો માહોલ ફેલાઈ ગયો હતો. પંજાબના મુખ્યમંત્રી ચરણજીત ચન્ની થોડીવારમાં ઘટનાસ્થળે પહોંચશે. તેમણે કહ્યું હતું કે દોષીઓને છોડવામાં આવશે નહીં. હાલમાં ઘટનાસ્થળે પોલીસ પહોંચી ગઈ છે અને લોકોને કોર્ટમાંથી બહાર કાઢ્યા છે. હાલમાં કોર્ટમાં વકીલોની હડતાળ ચાલી રહી હોવાથી વધુ લોકો કોર્ટમાં હાજર નહોતા.
તપાસ માટે નેશનલ ઇન્વેસ્ટિગેશન અને નેશનલ સિક્યોરિટી ગાર્ડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્નીએ કહ્યું હતું કે, આ એક સાજિશ છે અને દોષીઓને છોડવામાં આવશે નહીં. હું ઘટનાસ્થળે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે જઈ રહ્યો છું. જેમ જેમ ચૂંટણી પાસે આવી રહી છે અમુક દેશ વિરોધી તાકત દ્વારા આવી નિમ્ન કક્ષાની હરકત કરવામાં આવી રહી છે. આને લઈને સરકાર સચેત છે અને લોકોને પણ સચેત રહેવું જાેઈએ. બેઅદબીની કોશિશ સફળ ન રહી તો હવે બ્લાસ્ટ કરવામાં આવ્યો છે.HS