બોયકોટથી ભારતની અર્થવ્યવસ્થાને થઈ રહ્યું છે નુકસાન: અક્ષય કુમાર

બોયકોટ બોલિવૂડ ટ્રેન્ડને લઈને ખિલાડી કુમારે મૌન તોડ્યું
એક ફિલ્મ બનાવવા માટે ઘણા લોકોની મહેનત અને પૈસા લાગે છે, આવી સ્થિતિમાં આ બહિષ્કાર મુહિમથી મોટું નુકસાન થાય છે
મુંબઈ,કોરોનાકાળ પછી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીને ઘણું નુકસાન થયું છે. અવારનવાર કોઈપણ ફિલ્મ અથવા કલાકારને સોશિયલ મીડિયા પર બાયકોટ કરવામાં આવે છે. એટલું જ નહીં ઘણી વખત તો આખી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીને બાયકોટ કરવાની મુહિમ ચલાવવામાં આવે છે. આ મામલે રક્ષાબંધન સ્ટારર અક્ષય કુમારએ મૌન તોડ્યું છે. આ દરમિયાન બાયકોટ ટ્રેન્ડના કારણે ઈન્ડસ્ટ્રીને થતા નુકસાન વિશે ચર્ચા કરી.
તાજેતરમાં રિલીઝ થયેલી અક્ષય કુમારની ફિલ્મ રક્ષાબંધન પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિ્વટર પર બાયકોટ કરવામાં આવી. અક્ષયની ફિલ્મ રિલીઝના ત્રણ દિવસમાં પણ કમાણી કરી શકી નથી. તાજેતરમાં આપેલા ઈન્ટરવ્યુમાં અક્ષયે આ મામલે પોતાનો અભિપ્રાય આપ્યો છે.
અક્ષય કુમારે જણાવ્યું કે- ફિલ્મને બાયકોટ કરવાની હરકત લોકો દ્વારા કરવામાં આવે છે, મારી વિનંતી છે કે તે લોકો આવું ન કરે. એક ફિલ્મ બનાવવા માટે ઘણા લોકોની મહેનત અને પૈસા લાગે છે. આવી સ્થિતિમાં આ બહિષ્કાર મુહિમથી મોટું નુકસાન થાય છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના નુકસાનની સાથે સાથે તેનાથી દેશની અર્થવ્યવસ્થા પર પણ અસર પડે છે. તેનાથી દેશની ઈકોનોમીને ભારે નુકસાન થાય છે.
તેના દ્વારા ક્યાંક ને ક્યાંક આપણે પોતાને પણ નુકસાન પહોંચાડી રહ્યા છીએ. મને વિશ્વાસ છે કે આવું કરનારા લોકોને ટૂંક સમયમાં અહેસાસ થશે. બોલિવૂડ બાયકોટ સિવાય અક્ષય કુમારે સાઉથ સિનેમાની હિટ ફિલ્મો વિશે પણ ચર્ચા કરી છે. અક્ષયે જણાવ્યું કે, ફિલ્મ હિટ ત્યારે થાય છે, જ્યારે તે સારી બને છે. તેમાં એ કહેવું ખોટું છે કે તે સાઉથ ઈન્ડસ્ટ્રીની ફિલ્મ હતી એટલે ચાલી. ફિલ્મ પોતાના સારા પ્રદર્શનના કારણે ચાલે છે. બાયકોટના કારણે અક્ષય કુમારની રક્ષાબંધન બોક્સ ઓફિસ પર સારી કમાણી ન કરી શકી.ss1