બોયફ્રેન્ડના ફોન ઉપર બીજી ગર્લફ્રેન્ડનો ફોન આવતા ફરિયાદ
નવી દિલ્હી, ૮ વર્ષથી રિલેશનમાં રહેતી યુવતીને તેનો બોયફ્રેન્ડ જયપુરની ફાઇવ સ્ટાર હોટલમાં લઇ ગયો અને ત્યાં ફિજિકલ રિલેશન બનાવી રહ્યો હતો. તે રાત્રે બોયફ્રેન્ડના ફોન પર દિલ્હીની એક છોકરીનો ફોન આવે છે જે પોતાને તે વ્યક્તિની પ્રેમિકા ગણાવે છે. યુવતીના પગ નીચેથી જમીન સરકી જાય છે જેની સાથે તે હોટલમાં છે, તેનું દિલ્હીમાં બીજા કોઇ સાથે ચક્કર ચાલી રહ્યું છે.
જયપુરની એક ૫ સ્ટાર હોટલમાં એક યુવતી સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. યુવતીએ હરિયાણાના રહેવાસી અમિત વિરુદ્ધ આઠ વર્ષ સુધી લગ્નના બહાને યૌન શોષણનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો છે. આ અંગે જવાહર સર્કલ પોલીસે તપાસ હાથ ધરી છે. જવાહર સર્કલ પોલીસ સ્ટેશનમાં ઉદયપુરની રહેવાસી ૨૬ વર્ષીય યુવતીએ ફરિયાદ આપતાં જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૩માં તે બી.ટેકનો કોર્સ કરવા જયપુર આવી હતી.
તેની ઓળખાણ જયપુરની આર્ય કોલેજમાં ક્લાસમેટ અમિત શર્મા સાથે થઈ હતી. બંનેની મિત્રતા થોડા સમય પછી પ્રેમમાં બદલાઈ ગઈ અને ત્યારપછી બંનેની મુલાકાત થતી રહી. થોડા મહિનાઓ બાદ અમિત શર્મા છોકરીને ખતીપુરામાં તેના મિત્રના ઘરે લઈ ગયો, જ્યારે છોકરી ૧૭ વર્ષની હતી.
યુવતીનો આરોપ છે કે અમિતે તેને કોફીમાં નશીલો પદાર્થ ભેળવીને પીવડાવ્યો અને પછી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે તેણી હોશમાં આવી ત્યારે અમિતે તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી અને ત્યારબાદ ૨૦૧૭ સુધી અમિત તેનું શારીરિક શોષણ કરતો રહ્યો. બી.ટેક કર્યા બાદ આરોપી તેને નોકરી અપાવવાના બહાને પુણે લઈ ગયો અને ત્યાં પણ તેનું શારીરિક શોષણ કર્યું.
પીડિતાનું કહેવું છે કે ૨૦૨૦માં મહામારીના કારણે બંનેએ પોતાના ઘરેથી કામ કરવાનું શરૂ કર્યું અને બાદમાં ૧૧ નવેમ્બર ૨૦૨૧ના રોજ બંને કોલેજની ડિગ્રી લેવા માટે જયપુર આવ્યા હતા.
આરોપીએ હોટલ મેરિયટમાં એક રૂમ લીધો હતો અને યુવતીને ત્યાં પોતાની સાથે રાખી હતી. પીડિતાનો આરોપ છે કે અમિતે ફરી હોટલમાં તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા. તે જ રાત્રે અમિતના ફોન પર દિલ્હીથી એક યુવતીનો ફોન આવ્યો, જેણે તેને અમિત શર્માની ગર્લફ્રેન્ડ હોવાનું જણાવ્યું. જ્યારે પીડિતાએ અમિતને તે છોકરી વિશે પૂછ્યું અને લગ્નની વાત કરી તો તેણે લગ્ન કરવાની ના પાડી અને ધમકી આપી કે તેની પાસે પીડિતાના અશ્લીલ ફોટોગ્રાફ્સ અને વીડિયો છે, જેને તે વાયરલ કરી દેશે.SSS