બોયફ્રેન્ડને મળવા ગયા બાદ નર્સનું રહસ્યમય સંજાેગોમાં મોત
અંકલેશ્વર : અંકલેશ્વરમાં એક ચોંકાવનારી ધટના સામે આવી છે અંકલેશ્વરમાં પોતાના પુરૂષ મિત્રને મળવા ગયેલી નર્સનું ઉલ્ટી થયા બાદ મોત નિપજયું જેથી ચકચાર મચી ગઇ હતી હાલ યુવતીનું મોત કયાં કારણોસર થયું તેની કોઇ જાણકારી મળી શકી નથી સ્થાનિક પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
આ મામલે મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના સોની ફળિયા હિંદુ મિલન મંદિર પાસેરહેતી ૨૧ વર્ષીની કૃપાલી પંચાલ ખાનગી હોસ્પિટલમાં નર્સનું કામ કરતી હતી તે અંકલેશ્વર તેના મિત્રને મળવા ગઇ હતી જયાં તેને ઉલ્ટી થયા બાદ તબીયત બગડી હતી આથી તેના મિત્રએ તેને સારવાર માટે સુરતની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયો હતો અહીં ડોકટરોએ તેને મૃત જાહેર કરી હતી.
અચાનક થયેલા મૃત્યુને કારણે મૃતકના પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી મૃતક કૃપાલીના મોતના સાચા કારણની હાલ જાણ થઇ નથી આ અંગે ડોકટરોના જણાવ્યા અનુસાર મૃતક પોસ્ટમોર્ટમ કર્યા બાગ જ તેના મોતનું કારણ સામે આવશે પરિવારના જણાવ્યા નુસાર કૃપાલીને પથરીની સમસ્યા હતી
જેના કારણે તે અંકલેશ્વર ગઇ તે દિવસે સવારથી જ પીડાતી હતી તેની તબિયત સવારથી જ સારી ન હતી હાલ તબીબોએ કૃપાલીના પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી છે પોલીસે અકસ્માતે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.