બોરસદમાં પરિણીતાની પતિએ જ હત્યા કર્યાનું ખૂલ્યું
આણંદ, બોરસદમાં ઠક્કર ખમણ હાઉસ તરીકે જાણીતા થયેલા વેપારીના પુત્રની ૩૫ વર્ષીય પત્ની રોક્ષા ઉર્ફે નિશાની દહેજ માટે જ પતિએ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ મામલે મૃતક યુવતીના ભાઈ દ્વારા બોરસદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે.
તપાસ દરમિયાન સાસરિયાઓ દ્વારા અવારનવાર રૂપિયા ૧૦ લાખ રોકડા અને સોનાની માંગણી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર મંગળવારે સવારે ૧૦ વાગ્યે ન્હાવા જતાં બાથરૂમમાં પડી જવાથી રોક્ષા ઉર્ફે નિશાનું મોત થયું હોવાની પોલીસને માહિતી મળી હતી.
જાે કે, મૃતકના ભાઈ ધવલ ગંગદેવે પેનલ પીએમ કરાવ્યું હતું. જેમાં ગળાના ભાગે દબાણ આવવાથી મોત નીપજ્યું હોવાનું ખૂલ્યું હતું. એ પચી પોલીસે સાસરિયાઓની તપાસ કરતા આખરે મૃતકના પતિ અમિતે જ એ દિવસે સવારે ગળું દબાવીને પત્નીને મોતને ઘાટ ઉતારી હોવાની કબૂલાત કરી હતી.
સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા અજીત રાજ્યાને જણાવ્યા અનુસાર પતિ અવારનવાર ૧૦ લાખ રૂપિયા તથા સોનાની વસ્તુઓની માંગણી કરતો હતો. ઉપરાંત સાસરિયા પણ ત્રાસ આપતા હતા.
જેથી મંગળવારે પતિએ તેની હત્યા કરી હતી. સમગ્ર ગુનાામં પતિ સહિતના સાસરિયાઓની સંડોવણી હોવાથી પોલીસ દ્વારા તમામની અટકાયત કરીને પૂછપરછ કરીને ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર ઘટના અંગે એવી પણ ચર્ચા છે કે, મૃતક રોક્ષા ઉર્ફે નિશાનો નવવધૂનો શણગાર પણ કરવામાં આવ્યો હતો. આ ઉપરાત કેટલાંક સ્થાનિકોને બોલાવવામાં આવ્યા હતા જેઓએ તેણીને લિપસ્ટીક કરી હતી.
જાે કે, હાલમાં સમગ્ર પંથકમાં મૃતક યુવતીના હોઠ ભૂરી થઈ ગયા હોવાનું અને એ સમયે એ પૈકીના જ કેટલાંક લોકોએ હોઠ પર લિપસ્ટીક કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.SSS