બોરસદ તાલુકાના વિવિધ ગામોના ૫૦ તળાવોમાં ગપ્પી માછલીઓ છોડવામાં આવી
આણંદ મેલેરિયા મુકત ગુજરાત અંતર્ગત વાહકજન્ય રોગોને ફેલાતો અટકાવી શકાય તે માટે જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા જનજાગૃતિના વિવીધ કાર્યક્રમો હાથ ધરી જનજનને જાગૃત કરવામાં આવી રહ્યા છે.
વાહકજન્ય રોગો અટકાયતના અગમચેતીના પગલાં રૂપે તેમજ મચ્છરોનો ઉપદ્રવ ન વધે તે માટે મુખ્ય જિલ્લા આરોગ્ય ડૉ. આર. બી. પટેલ અને જિલ્લા મેલેરિયા અધિકારી શ્રી આલોક કૃલશ્રેષ્ઠના માર્ગદર્શન હેઠળ બોરસદના તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ઇદ્રીશભાઇ વોરા તથા તાલુકા હેલ્થ સુપરવાઇઝરશ્રી દ્વારા બોરસદની તાલુકા હેલ્થ ઓફિસના તાબામાં આવતા ૧૧ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને એક અર્બન હેલ્થ સેન્ટરના તાબામાં આવતાં ગામોને મેલેરિયા મુકત બનાવવાના હેતુસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝર દ્વારા તાલુકાના વિવિધ ગામોના ૫૦ જેટલા તળાવોમાં ગપ્પી મોલીઓ (પોરારક્ષક માછલી) છોડવામાં આવી છે તેમજ દરેક ગામોના પંચાયતના બોર્ડ પર આરોગ્યલક્ષી સુત્રો લખવામાં આવ્યા હોવાનું બોરસદના તાલુકા હેલ્થ ઓફિસરશ્રીએ એક યાદી દ્વારા જણાવ્યું છે.