બોરિસ જોનસન કીવમાં ફરી ખોલશે પોતાનું દૂતાવાસ
નવી દિલ્હી, બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન હાલ 2 દિવસના ભારત પ્રવાસે છે. ત્યારે આ દરમિયાન જ તેમણે એક ખૂબ જ મહત્વની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, આગામી સપ્તાહથી કીવ ખાતે ફરી એક વખત બ્રિટનનું દૂતાવાસ ખોલી દેવામાં આવશે.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બોરિસ જોનસને ભાર આપીને કહ્યું હતું કે, મુશ્કેલીના આ સમયમાં તેમના ભારત સાથેના સંબંધો વધારે મજબૂત બન્યા છે.