બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીના કારણે વાલીઓ ચિંતામાં
અમદાવાદ, બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ ત્યારથી, જીવન આસ્થા હેલ્પલાઈનના (૧૮૦૦ ૨૩૩ ૩૩૩૦) કાઉન્સેલરોને આત્મવિશ્વાસના અભાવના મુદ્દા સામે ઝઝૂમી રહેલા વિદ્યાર્થીઓ અને વાલીઓ તરફથી ૨૦૦થી વધુ જેટલા ફોન આવ્યા હતા.
ગાંધીનગર પોલીસની હેલ્પલાઈનના કોઓર્ડિનેટર પ્રવિણ વાલેરાએ જણાવ્યું હતું કે, ફોર્મલ એક્ઝામિનેશન સિસ્ટમમાં વિદ્યાર્થીઓનું લો એક્સપોઝર એ વધારે ફોનનું પ્રાથમિક કારણ છે. ‘એક ડર તેમને માર્ગદર્શન માટે ફોન કરવા માટે પ્રોત્સાહિત કરે છે. વાલીઓ અમને કહે છે કે, તેમના બાળકોએ કોર્સ પૂરો કર્યો છે, પરંતુ આત્મવિશ્વાસ નથી.
અમે તેમને છેલ્લી મિનિટે કોઈ નવી પ્રકરણનું રિવિઝન ન કરવાની સલાહ આપીએ છીએ કારણ કે આમ કરવાથી તેની હાનિકારક અસર થાય છે’. લગભગ ૨૦ ટકા જેટલા કોલ્સ પરીક્ષાની તૈયારીની ટિપ્સ સાથે સંબંધિત છે, જેમ કે અભ્યાસ માટે કેટલાક કલાક જરૂરી છે.
૧૦ ટકા કોલ્સ પરીક્ષા પેટર્ન વિશેના છે, ૨૦ ટકા કોલ્સ ‘ઓફલાઈન’ પરીક્ષાના ડર વિશેના છે, ૧૦ ટકા કોલ્સ બાળકો પાસેથી પરિવારની વધારે ટકાવારીની અપેક્ષાના હોય છે અને ૫ ટકા કોલ્સ રિલેક્સ થવાની ટિપ્સને લગતા હોય છે. શહેરના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, અત્યારસુધીમાં વિદ્યાર્થીઓ માટે પરીક્ષાઓ પ્રમાણમાં સરળ રહી છે.
આગળના પેપર માટે વાલીઓ અને શિક્ષકોએ તેમનામાં વિશ્વાસ અને આત્મવિશ્વાસ કેળવવો જાેઈએ તે જેથી તેઓ તણાવ કે ચિંતા વગર સારું પર્ફોર્મ કરી શકે. ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના કારણે બે વર્ષ બાદ ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
ગત વર્ષે આ સમયે કોરોના મહામારીની બીજી લહેર ચાલી રહી હોવાથી બોર્ડની પરીક્ષા રદ કરવામાં આવી હતી અને ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. જાે કે, આ વખતે કોરોના કેસ ખૂબ જ ઓછા હોવાથી શિક્ષણ બોર્ડે પરીક્ષા લેવાનો ર્નિણય કર્યો હતો. કુલ ૧૫ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.SSS