Western Times News

Gujarati News

બોર્ડની રપ૦ ઉત્તરવહીઓ હજુ પણ ગુમ

(પ્રતિનિધિ) અમદાવાદ: વિદ્યાર્થીઓની ભાવિ ઘડતી ધો.૧૦ અને ૧રની બોર્ડની પરીક્ષામાં ગઈકાલે બોર્ડની ઘોર બેદરકારી બહાર આવી હતી અને રાજકોટની આસપાસ ત્રણ સ્થળોએથી રસ્તા પર રઝળતી હાલતમાં બોર્ડના વિદ્યાર્થીઓએ લખેલી ઉત્તરવહીઓ મળી આવતા રાજયભરમાં ભારે હોબાળો મચી ગયો હતો આ સમગ્ર ઘટનાની તપાસ અમદાવાદ ક્રાઈમબ્રાંચને સોંપવામાં આવી છે બીજીબાજુ બોર્ડના અધિકારીઓએ આ ત્રણેય સ્થળ પરથી ઉત્તરવહીઓ એકત્ર કરી તેની સંખ્યાની ચકાસણી કરતા હજુ પણ રપ૦ ઉત્તરવહીઓ ગુમ થઈ હોવાનું જાણવા મળી રહયું છે અને આ તમામ ઉત્તરવહીઓ શોધવા બોર્ડના અધિકારીઓ સ્થાનિક પોલીસની મદદથી જિલ્લાના રસ્તાઓ પર ચેકિંગ કરી રહયા છે.

આ અંગેની વિગત એવી છે કે ધો.૧૦ અને ૧રની બોર્ડની પરીક્ષા અંતિમ તબક્કામાં છે મુખ્ય વિષયોની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે ત્યારે પેપરો તપાસવા માટેની કામગીરી શરૂ કરી દેવા માટે બોર્ડ દ્વારા તજવીજ શરૂ કરી દેવામાં આવી છે અને જે તે મુલ્યાંકન સેન્ટરો પર ઉત્તરવહીઓ પહોંચાડવાની કામગીરી શરૂ થઈ ગઈ છે આ દરમિયાનમાં ગઈકાલે સવારે રાજકોટમાં વિરપુર પાસે તથા ગોંડલ નજીક બીનવારસી હાલતમાં રસ્તા પર રઝળતી હાલતમાં વિદ્યાર્થીઓએ લખેલી ઉત્તરવહીઓના ઢગલા જાવા મળ્યા હતાં જેના પગલે પસાર થતાં વાહનચાલકોએ આ ઉત્તરવહીઓ જાતા તાત્કાલિક બોર્ડના અધિકારીઓને જાણ કરી ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ આવી પહોંચ્યા હતા.

તપાસ કરતા આ તમામ ઉત્તરવહીઓ આ વર્ષની હોવાનું જાણવા મળ્યું હતું. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ આ ઘટનાને ગંભીરતાથી લઈ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. રસ્તા પરથી રઝળતી હાલતમાં મળેલી ઉત્તરવહીઓ એકત્ર કરી સેન્ટર પર લઈ જવામાં આવી હતી જે તે વાહનમાં મોકલવામાં આવેલી ઉત્તરવહીઓની સંખ્યાની ચકાસણી કરવામાં આવી હતી તમામ ઉત્તરવહીઓની ગણતરી કરવામાં આવતા હજુ પણ રપ૦ જેટલી ઉત્તરવહીઓ ગુમ થઈ હોવાનું માલુમ પડયું હતું જેના પગલે બોર્ડના અધિકારીઓએ માર્ગમાં આવતા તમામ સ્થળો પર સ્થાનિક પોલીસની મદદથી શોધખોળ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.