બોર્ડ-નિગમોમાં નિમણૂકને લઇ કેટલાક નેતાઓને પદ માટે લોબિંગ શરૂ કર્યું
ગાંધીનગર: છેલ્લા કેટલાક સમયથી સચિવાલયમાં ચર્ચા શરૂ થઈ છે કે ટૂંક સમયમાં જ સરકારના જુદા જુદા બોર્ડ નિગમોમાં રાજકીય નિમણૂકો કરાશે. જેને લઈને ભાજપના સિનિયર અને જુનિયર નેતાઓ રાહ જાેઈને બેઠા છે. એટલું જ નહીં નિમણૂકો ક્યારે કરાશે તેના સંદર્ભમાં તેઓ પોતાના સોર્સ મારફતે જાણવાનો પ્રયત્ન પણ કરી રહ્યાં છે.
વિવિધ બોર્ડના ચેરમેન તથા વાઈસ ચેરમેન બનવા માટે ભાજપના અનેક નેતાઓ-આગવાનો તત્પર બન્યા છે. જેમાંથી કેટલાક નેતાઓએ તો પોતાને પદ મળે તે માટે લોબિંગ પણ શરૂ કરી દીધું છે. દિલ્હી સુધી જેમનું ઉપજી રહ્યું છે તેવા નેતાઓના દરબારમાં જવાનું પણ શરૂ કર્યુ છે. ઉપરાંત,વર્ષોથી કોઈ પદ કે હોદ્દો નથી
મળ્યો તેવા નેતાઓને આ વખતે પદ મળે તેવી આશા રાખી રહ્યા છે. ચર્ચા થઈ રહી છે કે, ૨૦૨૨ નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ નિમણૂકો કરાશે. જે આગેવાનોને ભૂતકાળમાં વચનો આપ્યાં પછી કશું આપી શકાયું નહોતું તેમને ખુશ કરી દેવાશે. બોર્ડ નિગમોની નિમણૂકોમાં પણ જ્ઞાતિ-જાતિને તેમજ જે તે જિલ્લાને ધ્યાનમાં લેવાશે.જાે કે હજુ કોઇના નામ નક્કી નથી