બોર ગામના પ્રાથમિક શાળાના આચાર્યને એજ્યુકેશન આયકોન એવોર્ડ એનાયત કર્યો
શિક્ષક કભી સાધારણ નહીં ” હોતા યુકતીને સાર્થક કરતા બોર પ્રાથમિક શાળા આચાર્ય.
ગત વર્ષે શાળા સ્વચ્છતા લઈને એવોર્ડ મળ્યો હતો..
વિરપુર: કોરોના આવ્યા પછી ધણું બધું બદલાયું છે શાળાઓ ભલે બંધ હોય પણ શિક્ષકોને કઈક નવું કરવાની તક મળી છે ત્યારે શિક્ષકોએ પણ આપત્તિને અવસરમાં ફેરવી વિધાર્થીઓને ઓનલાઇન અને ધરે ધરે જઈ શિક્ષણના પાઠ બાળકોને ભણાવી રહ્યા છે.
ત્યારે વિરપુર તાલુકાની બોર પ્રાથમિક શાળા આચાર્ય દ્વારા શાળામાં થતી તમામ પ્રવૃત્તિ અને શાળામાં કરેલ નવતર પ્રયોગ હંમેશા શાળાના ફેસબુક એકાઉન્ટ પર મુકી અન્ય શાળાના શિક્ષકો અને બાળકોને પ્રેરણા અને પ્રોત્સાહન મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ રહેતા બોર પ્રાથમિક શાળાના આચાર્ય જગદીશભાઈ પરમારને તાલુકા કક્ષાએ યોજાયેલ એજ્યુકેશન ઇનોવેશન ફેરમાં અને ટોય ફેર બંનેમાં શાળાના આચાર્ય વિજેતા થયેલ છે.
ત્યારે તેમની અત્યાર સુધીની તમામ આ કામગીરીની ફેસબુકના માધ્યમથી નોધ લઇ ડીસેમ્બર માસમાં યોજાયેલ ઓનલાઈન એજ્યુકેશન આયકોન એવોર્ડ-૨૦૨૦-૨૧ માં તેમની પસંદગી થતા તેમને સંસ્થા દ્વારા એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.