Western Times News

Gujarati News

બોલર મોહમ્મદ શમીને T-૨૦ વર્લ્ડકપ ટીમમાં નહીં મળે સ્થાન

નવી દિલ્હી, ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી સમીને ટી૨૦ આંતરરાષ્ટ્રીયમાં મોકો મળ્યો નથી. હવે ભારતના પૂર્વ ફાસ્ટ બોલર આશીષ નહેરાને લાગે છે કે મોહમ્મદ શમી ટી૨૦ વર્લ્ડકપના પ્લાનનો હિસ્સો નથી. પરંતુ હા… શમી આઈપીએલ ૨૦૨૨માં આશીષ નહેરાની કોચિંગવાળી ગુજરાત ટાઈટન્સ ટીમનો હિસ્સો હતા.

નહેરાએ જણાવ્યું હતું કે, એવું લાગે છે કે તે ટી૨૦ વર્લ્ડકપના હાલના પ્લાનમાં સામેલ નથી. પરંતુ આપણને બધાને શમીની ક્ષમતાઓ વિશે ખબર છે. ભલે શમી આ વર્ષે રમાનાર ટી૨૦ વર્લ્ડકપમાં નહીં રમે, પરંતુ ભારત જરૂરથી પોતાના ઘર આંગણે વર્ષ ૨૦૨૩માં થનાર વિશ્વકપ માટે તેમના નામ પર વિચાર કરશે.

નહેરાએ વધુમાં જણાવ્યું હતું કે, ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારત પોતાના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓ સાથે રમવાનું વિચારશે. શમી નિશ્ચિતરૂપથી તેમાંથી એક છે. અમારી પાસે આ વર્ષે વધારે વનડે મેચ નથી અને શમી આઈપીએલ બાદ હાલના સમયે બ્રેક પર છે. ભારત ટેસ્ટ મેચ બાદ શમીને ઈંગ્લેન્ડમાં ૫૦ ઓવર્સની મેચમાં મોકો આપી શકે છે. તમે શીર્ષ ટીમ વિરુદ્ધ એકદિવસીય મેચ રમશે.

ઈંગ્લેન્ડ જેવી ટીમ વિરુદ્ધ તમે નિશ્ચિત રૂપથી જીતવાનું પસંદ કરશો અને તેના માટે તમારે તમારા સર્વશ્રેષ્ઠ બોલરોની જરૂર છે. હું નિશ્ચિત રૂપથી શમીને તે બ્રેકેટમાં લઈ જઈશ. મોહમ્મદ શમી હાલ ઈંગ્લેન્ડ પ્રવાસ પર છે, જ્યાં તે મેજબાન ટીમ વિરુદ્ધ પાંચમી અને છેલ્લી ટેસ્ટની તૈયારીમાં લાગેલી છે.

આ પાંચમી ટેસ્ટ મેચ ગત વર્ષ સ્થગિત થયેલી ટેસ્ટ સીરિઝનો ભાગ છે. ૩૧ વર્ષીય શમીએ પોતાની છેલ્લી ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચ વર્ષ ૨૦૨૧ના ટી૨૦ વર્લ્‌ડકપમાં નામીબિયા વિરુદ્ધ રમી હતી. ત્યારબાદ શમી ટીમમાં સ્થાન મેળવવામાં સફળ થઈ શક્યો નથી.ss1kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.