Western Times News

Gujarati News

બોલિવુડના ગજબ સંયોગ જાણીને થશે આશ્ચર્ય

સરખો છે શિલ્પા શેટ્ટીના પતિ અને અક્ષયકુમારનો જન્મદિવસ
મુંબઈ,  અક્ષય કુમારની ફિલ્મ ‘અજનબી’માં એક ડાયલોગ આવે છે કે ‘ક્યા આપ ઇત્તેફાક મેં યકીન રખતે હૈં ?’ એટલે કે શું તમે સંયોગમાં માનો છો ? ગુજરાતમાં પણ કહેવત છે કે કાગનું બેસવું ને ડાળનું પડવું. આ દુનિયા અજબગજબ સંયોગથી ભરેલી પડી છે. જા બોલિવુડની વાત કરવામાં આવે તો અહીં પણ એવા સંયોગ બન્યા છે. જેને જાણીને તમે ભારોભાર આશ્ચર્ય થશે.
શિલ્પા શેટ્ટી અને અક્ષયકુમારના અફેરની લાંબા સમય સુધી ચર્ચા રહી હતી. શિલ્પા અને અક્ષયના લગ્ન થઈ શકયા નહોતા. અક્ષયે ટિં્‌વકલ ખન્ના સાથે લગ્ન કર્યા અને શિલ્પાએ રાજ કુન્દ્રા સાથે કર્યા. જા કે, મજેદાર વાત એ છે કે અક્ષયકુમાર અને રાજ કુન્દ્રા બન્નેનો જન્મદિવસ ૯ સપ્ટેમ્બરે જ આવે છે.

અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાનમાં એક બોલિવુડનો કિંગ છે તો બીજા બાદશાહ. બન્ને વચ્ચે એક વસ્તુ સરખી છે. અમિતાભ જુહુ Âસ્થત બંગલાનું નામ ‘મનસા’ હતું. જેને વાસ્તુના કારણે બદલને ‘જલસા’ કરવામાં આવ્યું. જ્યારે વાસ્તુના કારણે જ શાહરુખ ખાનના બંગલાનું નામ પણ ‘જન્નત’માંથી ‘મન્નત’ કરવામાં આવ્યું છે.

સોનુ સુદ હાલ સોશિયલ મીડિયા પર છવાયેલો છે. તે શ્રમિકોને ઘેર મોકલીને લાખો લોકોની દુઆઓ લઈ રહ્યો છે. જા કે, ઓછા લોકો એ વાત જાણતા હશે કે બોલિવુડ સિંગર સોનુ નિગમ અને સોનુ સુદના નામ ઉપરાંત તેમનો જન્મદિવસ પણ સરખો જ છે. બન્નેનો જન્મદિવસ ૩૦ જુલાઈના રોજ આવે છે. કદાચ આ વાત પર કોઈ ફિલ્મ રસિયાનું ધ્યાન ગયું હોય તો રાજકુમાર રાવે ‘શાહિદ’ ફિલ્મમાં કામ કર્યું અને શાહિદ કપૂરે ‘આર રાજકુમાર’માં.

વિદ્યા બાલનની ફિલ્મ ‘શાદી કે ઈફેકટ્‌સ’માં તેમના લગ્ન સિદ્ધાર્થ રોય (ફરહાન અખ્તર) સાથે થઈ હતી. જેના પાંચ વર્ષ પછી તેમના લગ્ન ખરેખર સિદ્ધાર્થ રોય સાથે જ થઈ. તેમણએ રિલ અને રિયલ બન્ને રીતે સિડ રોય સાથે જ થયા હતાં.
બોલિવુડ ડિરેક્ટર અનુરાગ બાસુ એક ફિલ્મમાં મોતના સીનની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા હતાં. ઇમોશન્સ સારી રીતે આવી શકે તે માટે તેમણે સીનમાં પોતાના પિતાનું મોત થયું છે તેવું ધાર્યું હતું. જાકે, કમનસીબે એ રાતે જ તેમના પિતાનું મોત થયું.
એક્ટર વિનોદ ખન્ના અને ફિરોજ ખાને અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. બન્ને દોસ્તોનું મોત ૭૦ વર્ષે જ ૨૭ એપ્રિલના રોજ થયું હતું. આ ઉપરાંત બન્નેને કેન્સર હતું એ પણ એક સામ્યતા છે.

શાહરુખના વફાદાર બોડીગાર્ડે સલમાન ખાનની ‘દબંગ’માં તેમના વફાદાર હવાલદારનો રોલ કર્યાે હતો. મજેદાર વાત છે કે તે સમયે બન્ને વચ્ચેના સંબંધોમાં થોડી ખટાશ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.