બોલિવુડના ડાન્સ ટ્રેક “જય શિવશંકર” પર હૃતિક અને ટાઇગરે 3 સપ્તાહ રિહર્સલ કર્યું
મુંબઇ, દેશના સૌથી શ્રેષ્ઠ ડાન્સર્સ તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરેલ હૃતિક અને ટાઇગરે આ હોલ ટ્રેકને ગજવવા માટે સતત ૩ સપ્તાહો સુધી રિહર્સલ કર્યું છે જે નિઃશંકપણે આ દાયકાનું ડાસ એન્થમ બની રહેશે. છેલ્લા એકાદ વર્ષની અટકળ બાદ અમે એટલી ખાતરી આપી શકીએ છે કે હૃતિક રોશન અને ટાઇગર શ્રોફ, કે જે ભારતના સૌથી મોટી એકશન સુપરસ્ટાર્સ અને ડાન્સર્સ છે તેઓ વોરમાં એક સાથે ડાન્સ કરશે! આ પ્રાણઘાતક મિશ્રણ ચોક્કસપણે ચાલુ દાયકાના બોલિવુડનો સૌથી મોટો ડાન્સ ટ્રેક બનાવશે. મોટા બજેટવાળુ હોલ ગીત જય જય શિવશંકરમાં બન્ને પોતાની શ્રેષ્ઠ કલા દેખાડશે.
સિદ્ધાર્થ કહે છે કે, “ફિલ્મના પ્રારંભથી જ લોકો એવું અનુમાન કરતા હતા કે દેશના સર્વશ્રેષ્ઠ બે ડાન્સર્સ હૃતિક અને ટાઇગરને લઇને મોટુ ડાન્સ ગીત ફિલ્મમાં હશે. ભારતના સૌથી મોટા એકશન હીરોને એક જ ફિલ્મમાં જોઇને લોકોને આશ્ચર્ય થયું છે ત્યારે તેઓ વોરમાં ડાન્સમાં એક સાથે જોવા માટે પણ ઉત્સુક છે. આ સૌથી મોટી સંભાવના રહી છે જે આપોઆપ જ આ ગીતને ડાન્સનું ગીત બનાવવા માટે લોકો પર ભારે દબાણ હશે!”
તેમણે ઉમેર્યું હતું કે, “સૌપ્રથમ અમારે સાચો ટ્રેક લાવવો હતો, એવો ટ્રેક કે જે ખરેખર તેમને એક સાથે ડાન્સ કરવામાં યથાર્થ ઠરે. હૃતિક અને ટાઇગર બન્ને પાસે સારા ગીતો હતા અને ગીતોની ભારે સફળતાનો યશ તેમને જાય છે. હવે અમે તેમને સૌપ્રથમ વખત એક સાથે લાવી રહ્યા છીએ અને તેથી આ ગીત તાત્કાલિક બ્લોકબસ્ટર બને તેવું ડિલીવર કરવાની અમારી જવાબદારી વધુ છે. મે વિશાલ અને શેખરને કહ્યું હતું કે આ ફક્ત ગીત નથી, આ અમારી જવાબદારી છે. મને લાગે છે તે ઇશ્વરના આશિર્વાદ છે અને તેની સાથે હૃતિક અને ટાઇગરના ચાહકોના પણ આશિર્વાદ છે કે અમે ખરેખર એન્થમ બની રહે તેવા ગીતની રચના કરવામાં સફળ બન્યા છીએ. તેને સમજવા માટે તમારે સાંભળવું પડે છે!”