બોલિવુડમાંથી ઓસ્કાર માટે બે ફિલ્મો થઈ નોમિનેટ
મુંબઈ, આગામી વર્ષે ૨૭ માર્ચ, ૨૦૨૨ ના રોજ ૯૪મા એકેડેમી એવોર્ડ યોજાનાર છે. દર વર્ષે ભારતીય સિનેમાની ઘણી ફિલ્મો ઓસ્કાર માટે નોમિનેટ થાય છે. આ વખતે ઓસ્કર ૨૦૨૨ માટે વિદ્યા બાલન સ્ટારર ‘શેરની’ અને વિક્કી કૌશલ સ્ટારર ફિલ્મ ‘ઉધમ સિંહ’ નોમિનેટ થઈ છે. આ પ્રસંગે બન્ને બોલિવુડ સ્ટાર્સે ખુશી વ્યક્ત કરી છે. સાથે જ તેમના પ્રશંસકો અને અન્ય સ્ટાર્સ પણ તેમને અભિનંદન આપી રહ્યા છે.
દર વર્ષે ઓસ્કાર માટે જ્યુરી ઘણી ફિલ્મો પસંદ કરે છે. જ્યુરીએ ભારતીય સિનેમાની ૧૪ ફિલ્મોને શોર્ટલિસ્ટ કરી છે. આમાંથી માત્ર એક જ ફિલ્મ ફાઈનલમાં શોર્ટલિસ્ટ થશે. આ ૧૪ ફિલ્મોમાં મલયાલમ ફિલ્મ ‘નાયટુ’, તમિલ ફિલ્મ ‘મંડેલા’, હિન્દી ફિલ્મોમાં વિદ્યા બાલનની ‘શેરની’ અને તાજેતરમાં રિલીઝ થયેલી વિક્કી કૌશલની ‘સરદાર ઉધમ સિંહ’ નો સમાવેશ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વિદેશી કેટેગરીમાં સૌથી મોટી દાવેદાર તરીકે જે ફિલ્મોની ગણના થઈ રહી છે તેમાં વિદ્યા બાલન ની ‘શેરની’ અને તાજેતરમાં રિલીઝ થયેલી વિક્કી કૌશલની ફિલ્મ ‘સરદાર ઉધમ’ છે.
અમિત વી મસુરકર દ્વારા નિર્દેશિતમાં બનેલી ફિલ્મમાં વિદ્યા બાલન એક વન અધિકારીની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે જે માનવભક્ષી બનેલા વાઘને પકડવાની કોશિશ કરે છે. જ્યારે ફિલ્મ ‘સરદાર ઉધમ’માં વિકી કૌશલ ક્રાંતિકારી સરદાર ઉધમ સિંહની ભૂમિકામાં છે.
આ એ વીર ક્રાંતિકારીની કહાની છે જેણે ૧૯૧૯ના જલિયાંવાલા બાગ હત્યાકાંડનો બદલો લેવા માટે એક બ્રિટિશ અધિકારીને ગોળી મારી હતી. આ ફિલ્મનું નિર્દેશન શૂજિત સરકારે કર્યું છે.SSS