Western Times News

Gujarati News

બોલિવુડ અભિનેતા ધર્મેન્દ્રએ પોતાની પ્રથમ કાર દેખાડી

મુંબઈ, બોલિવૂડ એક્ટર ધર્મેન્દ્ર સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તેઓ ઘણીવખત પોતાની જૂની યાદો તાજી કરતા રહે છે. ધર્મેન્દ્ર પોતાના ફેન્સને અપડેટ્‌સ આપવા માટે પોતાની જૂની ચીજવસ્તુઓ અને તે સંબંધિત યાદો પણ શેર કરતા રહે છે. ત્યારે હવે એક્ટર ધર્મેન્દ્રએ સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે કે જેમાં તેઓ પોતાની પ્રથમ કાર દેખાડી રહ્યા છે અને જણાવ્યું કે તેમણે આ કાર કેટલા રૂપિયામાં ખરીદી હતી.

ધર્મેન્દ્રએ સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો છે. જેમાં ધર્મેન્દ્ર એવું કહેતા જાેવા મળી રહ્યા છે કે આ તેમની પ્રથમ કાર છે જે વર્ષ ૧૯૬૦માં ૧૮ હજાર રૂપિયામાં ખરીદી હતી. આ વિડીયો શેર કરતા ધર્મેન્દ્રએ લખ્યું કે ‘દોસ્તો, ફિયાટ મારી પ્રથમ કાર અને બેબી છે.

જે મારા દિલની ખૂબ નજીક છે. સંઘર્ષ કરી રહેલા એક યુવાન માટે ઉપરવાળાના આશીર્વાદ છે. એક શૉ દરમિયાન ધર્મેન્દ્રએ જણાવ્યું હતું કે ‘ફિલ્મી કરિયરની શરૂઆતમાં તેઓ સાઈકલ લઈને શૂટિંગમાં જતા હતા. જ્યારે સફળતા મળી ત્યારે મિત્રોએ ગાડી ખરીદવાનું કહ્યું હતું.

એક ઈન્ટરવ્યુમાં ધર્મેન્દ્રએ જણાવ્યું હતું કે ‘ફિયાટ ખરીદ્યા બાદ તેઓ જ્યારે ફિલ્મમેકર બિમલ રોય પાસે ગયા તો તેમણે ફિયાટ કારમાં ફરવા જવાનું કહ્યું હતું. અહીં નોંધનીય છે કે બોલિવૂડના દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્રએ ૧૯૬૦ના દાયકામાં પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.

ધર્મેન્દ્રની જાણીતી બોલિવૂડ ફિલ્મોમાં સત્યકામ, શોલે, દિલ્લગી, ચુપકે ચુપકે, અનુપમા, ગુડ્ડી, હકીકત, દોસ્ત, ફૂલ ઓર પથ્થર, નયા ઝમાના વગેરેનો સમાવેશ થાય છે. મીડિયા રિપોર્ટ્‌સ મુજબ ફિલ્મ શોલેમાં ધર્મેન્દ્ર સૌપ્રથમ ઠાકુરનું પાત્ર ભજવવા માગતા હતા જે બાદમાં સંજીવ કુમારે ભજવ્યું.

ધર્મેન્દ્રએ શોલેમાં વીરુનો રોલ કર્યો જે લોકોને આજે પણ યાદ છે. તારીખ ૮ ડિસેમ્બર, ૧૯૩૫ના રોજ પંજાબમાં જન્મેલા ધર્મેન્દ્રનું પૂરું નામ ધરમ સિંહ દેઓલ છે. તેમના પિતા શિક્ષક હતા અને શિસ્તબદ્ધ હોવાને કારણે ધર્મેન્દ્રએ ક્યારેણ પણ પિતાને એવું જણાવ્યું નહોતું કે હું (ધર્મેન્દ્ર) એક્ટર બનવા માગું છું. ધર્મેન્દ્ર ધોરણ ૮માં આવ્યા ત્યાં સુધી તેમણે ક્યારેય પણ કોઈ ફિલ્મ જાેઈ નહોતી, અને ૯મા ધોરણમાં પહેલી વખત ફિલ્મ જાેઈ ત્યારે જ તેમણે ફિલ્મ લાઈનમાં પ્રવેશવાનો ર્નિણય લીધો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.