બોલિવુડ અભિનેત્રી દિશા પટની ૩૦ વર્ષની થઇ

મુંબઈ, દિશા પટાની બોલીવુડની સૌથી હોટ અભિનેત્રીઓમાંની એક છે. તેણે સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ ‘એમ.એસ. ધોની અને સલમાન ખાનની સાથે રાધે જેવી ફિલ્મમાં કામ કર્યું છે તે હિન્દી ઉપરાંત તેલુગુ ફિલ્મો પણ કરી ચૂકી છે. આજે ઇન્ડસ્ટ્રીની વ્યસ્ત એક્ટ્રેસ દિશા તેનો ૩૦મો જન્મ દિવસ ઉજવી રહી છે. મૂળ ઉત્તરાખંડની વતની દિશા પટાનીનો જન્મ ઉત્તર પ્રદેશના બરેલીમાં થયો હતો.
દિશાના પિતા રાજપૂત ઘરાનાનાં છે. અને તેઓ પોલીસ અધિકારીની નોકરી કરતાં હતા. દિશાનો જન્મ ૧૩ જૂન, ૧૯૯૨ના રોજ થયો હતો. દિશા પટાનીની મોટી બહેન ભારતીય સેનામાં ફરજ બજાવે છે. દિશા પટનીનાં ફિલ્મી કરિઅરની વાત કરીએ તો હિન્દી ઉપરાંત તેણે તેલુગુ ભાષાની ફિલ્મમાં પણ કામ કર્યું છે. જેનું નામ ‘લોફર’ છે.
દિશાએ આ ફિલ્મમાં વરુણ તેજાની સાથે કામ કર્યું હતું અને તેની આ ફિલ્મ ખુબજ ચાલી પણ હતી. લોફર બાદ તે ‘એમ.એસ. ધોની-અન ટોલ્ડ સ્ટોરી’ થી બોલિવૂડમાં એન્ટ્રી કરી.
આ ફિલ્મમાં તેણે સુશાંત સિંહ રાજપૂત સાથે કામ કર્યું. આ ફિલ્મ તેનાં કરિઅરનો તેને મોટો બ્રેક આપ્યો. જે બાદ તેણે ‘બાગી’ ફિલ્મમાં તેનાં રિઅલ લાઇફ બોયફ્રેન્ડ ટાઇગર શ્રોફ સાથે સ્ક્રીન શેર કરી હતી.
ભારત અને રાધે, તેણે સલમાન ખાન સાથે કામ કર્યું હતું, ‘બાગી ૩’ માં ટાઇગર શ્રોફ સાથે અને આદિત્ય રોય કપૂરની સાથે તેણે ‘મલંગ’માં કામ કરી રહી છે દિશા ૧૦ વર્ષ પહેલા બોલિવૂડમાં ચમકતી હતી, તે મોડલિંગ દરમિયાન નાની નાની એડવર્ટાઇઝમેન્ટમાં નજર આવતી હતી. પણ તેણે તેલુગુ સિનેમામાં ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.
દિશા પટનીએ તેલુગુ ફિલ્મ ‘લોફર’ દ્વારા તેલુગુ સિનેમામાં એન્ટ્રી કરી હતી. જે બાદ તેણે ‘એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’, ‘ભારત’, ‘મલંગ’, ‘રાધે’, ‘એક વિલન રિટર્ન્સ’ અને બીજી ઘણી ફિલ્મો કરી.. આંતરરાષ્ટ્રીય ભારતીય ફિલ્મ એકેડમી એવોર્ડ્સ દ્વારા તેને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ પણ જીત્યો છે. દિશા પટણીને જન્મદિવસની શુભકામનાઓ.SS1MS