બોલિવુડ એક્ટ્રેસ રવિના ટંડને બાલ્કનીમાં લગાવવા પડ્યા પોતા
રવિના ટંડન આજકાલ મુંબઈના વરસાદની મજા લઈ રહી છે. તેની ફિલ્મ ‘મોહરા’નું ગીત ‘ટિપ ટિપ બરસા પાની’ દરેકના પ્લેલિસ્ટમાં હોય છે. હવે રવીના ટંડનનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તે દીકરી સાથે વરસાદની મજા માણી રહી છે. બેકગ્રાઉન્ડમાં ટિપ-ટિપ બરસા પાનીનું રીમિક્સ વર્ઝન સંભળાઈ રહ્યું છે.
રવિના ટંડને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વિડીયો શેર કર્યો છે. આ સાથે તેણે કેપ્શન આપી છે ‘વાતાવરણ, લવલી, વાતાવરણ!’ આ પહેલી રવિનાએ એક બીજાે વિડીયો પણ શેર કર્યો હતો. જેમાં તે મેકઅપ કરીને બાલ્કનીની સફાઈ કરતી જાેવા મળી. સાથે તેણે કેપ્શન આપી ‘એક ઈન્ટરવ્યૂ આપતા પહેલા જુઓ હું શું કરતી હતી અને તેમાં પણ મજા આવી. પોતાના ઘરની સફાઈ કરવી કોઈ મોટી વાત નથી. બધા કરે છે પરંતુ ફની વાતએ છે કે ફુલ મેકઅપ કરીને. આજકાલની રિયાલિટી એવી છે કે શૂટ પહેલા અમે ઘરનું કામ કરીએ છીએ અને પછી શૂટિંગ કરીએ છીએ.