બોલિવૂડના દિવંગત અભિનેતા સુશાંતનો આજે જન્મદિવસ
મુંબઈ, બોલિવૂડના દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતનો જન્મ ૨૧ જાન્યુઆરી, ૧૯૮૬ના રોજ પટનામાં થયો હતો. સુશાંતનુ મૃત્યુ મુંબઈ ખાતે ૧૪ જૂન, ૨૦૨૦માં થયું હતું. આ બોલીવુડનો એ સ્ટાર છે, જેણે સફળતાનાં શિખરે ચડતા જ મોતને વ્હાલું કરી લીધું હતું. પરંતુ તેની ફેન્સ આજે પણ લાખોની સંખ્યામાં છે. સુશાંતે પોતાના કરિયરની શરૂઆત ટીવી ઈન્ડસ્ટ્રીથી કરી હતી. જ્યાં તેણે પવિત્ર રિશ્તા, કિસ દેશ મેં હૈ મેરા દિલ જેવી સિરિયલો કરી હતી.
જે બાદ તેણે ફિલ્મ ‘કાઈ પો છે’થી બૉલીવુડ ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું. જે પછી સુશાંતે એમએસ ધોની, કેદારનાથ જેવી ઘણી હિટ ફિલ્મો કરી. ફિલ્મ એમએસ ધોનીએ તેની કારકિર્દીનો ગ્રાફ ઊંચો કરી દીધો અને તેની ફેન ફોલોઈંગમાં રાતોરાત ઉછાળો જાેવા મળ્યો હતો. સુશાંત સિંહ રાજપૂતે ફિલ્મ ‘કાઈ પો છે’થી બૉલીવુડ ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું. જે તેના માટે ખૂબ જ ખાસ સાબિત થયું. આ ફિલ્મ વર્ષ ૨૦૧૩માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.
ફિલ્મ ત્રણ યુવાનો પર આધારિત હતી. આ ફિલ્મમાં સુશાંતનું પાત્ર એક છોકરાનું હતું જેને રમતગમત પ્રત્યે ઘણો રસ હતો. તેની ફિલ્મમાં સુશાંતના પાત્રના ખૂબ વખાણ થયા હતા. આ ફિલ્મમાં લોકોએ તેને ઘણો પ્રેમ આપ્યો હતો. સુશાંતની ‘શુદ્ધ દેસી રોમાંસ’ ફિલ્મ પણ વર્ષ ૨૦૧૩માં રિલીઝ થઈ હતી.
આ તેની બીજી ફિલ્મ હતી. આ ફિલ્મમાં તેની સાથે અભિનેત્રી વાણી કપૂર અને પરિણીતી ચોપડાએ મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. આ ફિલ્મમાં સુશાંતે એક રોમેન્ટિક છોકરાની ભૂમિકા ભજવી હતી. જાેકે, મોટા પડદા પર આ ફિલ્મની ખાસ અસર જાેવા મળી ન હતી, પરંતુ સુશાંતની એક્ટિંગની ઘણી પ્રશંસા થઈ હતી. ૯ જૂન ૨૦૧૭ના રોજ રિલીઝ થયેલી ફિલ્મ રાબતા દક્ષિણ ભારતીય રિમેક ફિલ્મ હતી. જેમાં સુશાંત સિંહ રાજપૂતની સાથે અભિનેત્રી કૃતિ સેનને પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ ૨ જન્મો પર આધારિત છે. જ્યાં બે લોકો પાછલા જન્મથી આ જન્મ સુધી સંબંધમાં બંધાયેલા છે.
જાેકે, ‘શુદ્ધ દેસી રોમાંસ’ની જેમ સુશાંતની આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી. ફિલ્મ ‘છિછોરે’ સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પહેલા રિલીઝ થનારી તેની છેલ્લી ફિલ્મ હતી જે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં પણ તેને તેના પાત્ર માટે ચાહકો તરફથી ઘણું પ્રોત્સાહન મળ્યું. તેની ફિલ્મ વર્ષ ૨૦૧૯માં રિલીઝ થઈ હતી.
ફિલ્મ છિછોરે એવા પાંચ મિત્રો પર આધારિત હતી જેઓ તેમના જીવનને નિષ્ફળતામાંથી સફળતા તરફ લઈ જાય છે. આ ફિલ્મમાં સુશાંતે પિતાની ભૂમિકા ભજવી છે. જે તેના પુત્રને જીવનમાં હાર ન માનવાની પ્રેરણા આપે છે. આ ફિલ્મમાં અભિનેત્રી શ્રદ્ધા કપૂર, વરુણ શર્મા પણ સુશાંતની સાથે જાેવા મળ્યા હતા.SSS