Western Times News

Gujarati News

બોલિવૂડની સ્ટાર રકુલપ્રીત સિંહને કોરોના પોઝિટિવ

મુંબઇ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોરોના વાયરસના સંક્રમણનો સિલસિલો ચાલુ જ છે. હવે બોલિવૂડ અભિનેત્રી રકુલપ્રીત સિંહ કોરોના પોઝિટિવ આવી છે. રકુલે પોતે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી આ અંગે જાણકારી આપી હતી.
અભિનેત્રી રકુલે પોસ્ટ કરતાં લખ્યું કે, હું તમામને કહેવા માગું છું કે મારો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું હાલમાં ક્વોરન્ટીન છું. મારી તબિયત સારી છે અને આરામ કરી રહી છું. વિનંતી કરું છું કે જે પણ મારા સંપર્કમાં આવ્યા હોય તે તમામ કોરોનાનો ટેસ્ટ કરાવી લે.

કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પહેલાં રકુલ હૈદરાબાદમાં ફિલ્મ ‘મેડે’નું શૂટિંગ કરતી હતી. ફિલ્મમાં તેની સાથે અજય દેવગન, અમિતાભ બચ્ચન છે. ફિલ્મમાં તે પાયલોટના રોલમાં જાેવા મળશે. જ્યારે અજય દેવગને ૧૧ ડિસેમ્બરના રોજ આ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હતું.

તાજેતરમાં જ ચંડીગઢમાં ફિલ્મ ‘જુગ જુગ જિયો’ના શૂટિંગ દરમિયાન વરુણ ધવન, નીતુ સિંહ, મનિષ પોલ તથા ડિરેક્ટર રાજ મહેતાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ઉપરાંત અગાઉ સિંગર કનિકા કપૂર, અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય, અનુપમ ખેરની માતા તથા ભાઈ-ભાભી-ભત્રીજી, નસરુદ્દીન શાહનો દીકરો વિવાન, મલાઈકા અરોરા, અર્જુન કપૂર, જેનેલિયા ડિસોઝા, સની દેઓલ સહિતનાં સેલેબ્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી ચૂક્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.